ગુજરાતમાં કોરોના કેસ ધીમો વધારો સતત યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 822 લોકોને કોરોના સાંપડ્યો છે. ચિંતાજનક વાત એ છે કે 116 દિવસ પછી કોરોનાને લીધે 2 લોકોનું મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4482 પર પહોંચી ગઈ છે. હાલ વેન્ટિલેટર પર 3 લોકો સારવાર લઈ રહ્યા છે જ્યારે 612 લોકો ડિસ્ચાર્જ લઈ હેમખેમ ઘરે પરત ફર્યા છેઅમદાવાદ કોર્પોરેશનમાં 298 સુરત કોર્પોરેશનમાં 73 વડોદરા કોર્પોરેશનમાં 56 તો ગાંધીનગર કોર્પોરેશન 32 કેસ, ભાવનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 30-30 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 302 કેસ, સુરતમાં 91 કેસ, વડોદરામાં 78 કેસ, મહેસાણામાં 41 કેસ દાખલ થયા, ગાંધીનગરમાં 55 કેસ, ભાવનગરમાં 57 કેસ, રાજકોટમાં 47 કેસ, કચ્છમાં 18 કેસ, અમરેલીમાં 14 કેસ, પાટણમાં 14 કેસ, વલસાડમાં 14 કેસ, ભરૂચમાં 12 કેસ, મોરબીમાં 11 કેસ, સાબરકાંઠામાં 10 કેસ, આણંદમાં 7 કેસ, બનાસકાંઠામાં 7 કેસ, દ્વારકામાં 7 કેસ, ખેડામાં 6 કેસ, નવસારીમાં 5 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, અરવલ્લીમાં 4 કેસ, જામનગરમાં 6 કેસ, તાપીમાં 4 કેસ, દાહોદમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, પોરબંદરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે.