કોંગ્રેસ પાર્ટીએ શનિવારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના એ આરોપોનું ખંડન કર્યું છે. જેમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, રાજકીય કાર્યકર્તા તીસ્તા સીતલવાડ, રિટાયર્ડ ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે દિવંગત અહેમદ પટેલના ઈશારા પર ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. આરોપ તે સમયના છે, જ્યારે અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, આરોપ મેન્યુફેક્ચર્ડ છે. તેમણે કહ્યું કે, તે 2002માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરવામાં આવેલા સાંપ્રદાયિક રનસંહાર તરીકે ખુદને જવાબદારમાંથી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રીની વ્યવસ્થિત રણનીતિનો ભાગ છે.