૩૪ ભેંસો,ટ્રક તથા ટેમ્પો સહિત કુલ 21 લાખ 10 હજારનો મુદ્દામાલ કરાયો કબજે
ત્રણ ઈસમોને દબોચી લય ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ આરંભી
જંબુસર નગરની ડાભા ચોકડી પાસે જંબુસર પોલીસે કતલના ઈરાદે એક ટ્રક તથા ટેમ્પોમા લઈ જવાતી ભેંસો નંગ ૩૪ સહિત ટ્રક તથા ટેમ્પો સહિત કુલ રૂપીયા 21 લાખ 10 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણ ઈસમોને દબોચી લય ફરાર ટેમ્પો ચાલક ની શોધખોળ આદરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.રબારી સ્ટાફ સાથે ગતરાત્રે પેટ્રોલિંગ મા હતા.ત્યારે તેઓ ને બાતમીદાર થી બાતમી મળેલ કે એક ટ્રક તથા આઈસર ટેમ્પો મા કોઈપણ સત્તા અધિકારી ની પરવાનગી વગર એક જીલ્લા માંથી બીજા જીલ્લા મા ક્રુરતા પૂર્વક ભેંસો ભરી કતલ કરવા ના ઈરાદે વહન કરી રહયા છે. બાતમીદાર ની બાતમી ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.રબારી તથા સ્ટાફ ના માણસો એ ડાભા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મા જણાવેલ ટ્રક તથા આઈશર ટેમ્પો આવતા તેને રોકી ને તપાસ કરતા બન્ને વાહનો માથી ઘાસચારો અને પાણી ની ની સગવડ વિના ક્રુરતા પૂર્વક બાંધેલ ૩૪ ભેંસો મળી
આવતા જંબુસર પોલીસે ૩૪ ભેંસો કિ.રૂ.૫૧૦૦૦૦ તથા બંને વાહનો કિ.રૂ.૧૬૦૦૦૦૦ મળી કુલ રૂપિયા ૨૧૧૦૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી તેમા સવાર અલ્તાફ ફિરોઝ દિવાન રહે.સાલેહપાર્ક પાલેજ, અફઝલ અકબર ટોપીવાલા રહે.અમન પાર્ક વલણ,ઈશાક મુસા બંધુકીયા રહે.અલ્કાપુરી વલણ ના ઓ ને દબોચી લઈ પુછપરછ હાથ ધરી હતી. જયારે આઈશર ટેમ્પો ચાલક સલીમ મઠીયા રહે.વલણ નાસી છૂટયો હતો. ઉપરોક્ત બનાવ સંદર્ભે હેડ.કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ ની ફરિયાદ ના આધારે પોલીસે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(એ),(ડી),(એફ), (કે) તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિ નિયમ ૧૯૫૪ ની કલમ ૬ (ક)(૧) તેમજ મોટર વ્હીકલ એકટ કલમ ૧૭૭,૧૯૨ મુજબ નો ગુનો દાખલ કરી આગળ ની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.રબારી એ સંભાળી ફરાર ટેમ્પો ચાલક ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે કબજે કરેલ ૩૪ ભેંસો ને કરજણ સ્થિત પાંજરાપોળ ખાતે મોકલી આપેલ છે
વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર