રસ્તામાં બે જગ્યા પર ખોદકામ કરાતા ગ્રામજનોને ભારે હાલાકી
અકસ્માત થાય તો જવાબદાર કોણ??
ડેડીયાપાડા નાં ગારદા ગામે ઉકાઈ LI યોજના અંતર્ગત પાઇપ લાઇનો કરવામાં આવેલ હતી, જે લાઈનોમાં રસ્તામાં બે જગ્યા પર ખોદકામ કરવામાં આવતા ભર ચોમાસામાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવેલ છે.
ગારદા ગામ ખાતે ઉકાઈ એલ.આઇ યોજના અંતર્ગત મુખ્ય માર્ગ પર બે જગ્યાએ ખોદકામ કરતા ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે, મુખ્ય માર્ગ પરજ ખોદ કામ કરતા મોટા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, અને અકસ્માત ની ભીતી સેવાઈ રહી છે, તેમજ ગારદા, ખામ , ભૂતબેડાનાં ગ્રામ્ય વિસ્તારો માંથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, અને રાત્રીના સમયે અજાણ્યા વાહન ચાલકો ને પણ અકસ્માત થાય તો જવાબદાર કોણ??? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે..
વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા