Satya Tv News

BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત
એક વર્ષ સુધી નર્મદા જિલ્લામાંથી કરાયા હતા હદપાર
બોગજ ખાતે પણ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું પોતાના વતન અને ડેડીયાપાડા માં ભવ્ય સ્વાગત કરાયું હતું

BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા ને એક વર્ષ સુધી નર્મદા જિલ્લા માંથી હદપાર કરવામાં આવ્યા હતા, નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરતા એમની રજુઆતોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા હદપાર ના હુકમ પર સ્ટે ઓર્ડર આપતા BTP ના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા આજે પોતાના વતન ફરતા દેડિયાપાડા ખાતે તથા એમના ગામ તેમજ તાલુકા મથકે મોટી સંખ્યામાં સ્વયંભુ લોકો ઉમટી પડ્યા હતા, સમગ્ર પંથકમાં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી લોકો દ્વારા દેડીયાપાડા લીમડા ચોક પાસે ભેગા થઈ ભવ્ય તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાં આદિવાસી સમાજ ની પરંપરા મુજબ પુજાવિધિ કરી તમામ લોકો આદિવાસી નાચ ગાન સાથે યાહામોગી ચોક થઇ BTP કાર્યાલય પર પોહચ્યા હતા.ત્યાં થી પોતાનાં ગામ બોગજ ખાતે પણ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવા એ આવનાર વિધાન સભાની ચુંટણી ને કારણે રાજકીય કિન્નાખોરી રાખી મને તડીપાર કરવામાં આવ્યા તેવા આક્ષેપ કર્યા હતા.

યુવા નીડર શિક્ષિત નેતા તરીકે ની છાપ ધરાવતા ચૈતર વસાવા એ વરસાદ થી થયેલી નુકશાની નું સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવે એવી માંગણી પણ કરી હતી. યોગ્ય વળતર ચુકવવામાં ન આવે તો આવનાર સમય માં તમામ સરકારી કાર્યક્રમો નો વિરોધ કરવા ની ચિમકી ઉચ્ચારી હતી.

ચૈતર વસાવા ને ૧૪૯ – ડેડિયાપાડા વિધાન સભા બેઠક ના BTPના ધારાસભ્ય મહેશ છોટુ વસાવા પછી ના પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહ્યાં છે.

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: