Satya Tv News

પાકિસ્તાનના પંજાબ અને સિંધ સરહદી વિસ્તાર પાસે સિંધુ નદીમાં એક હોડી પલ્ટી જતાં આ દુર્ઘટનામાં લગભગ 19 મહિલાઓના મોત થયા છે. હોડીમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા જઈ રહ્યા હતા. અધિકારીઓએ સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યું કે, જાનમાં જઈ રહેલા અન્ય લોકોની શોધ ચાલી રહી છે. તેમણે જણાવ્યું છે કે, હોડીમાં લગભગ 100 લોકો સવાર હતા. આ લોકો રહીમ યાર ખાનની નજીક 65 કિમી દૂર મચ્છકાના એક કબીલાના રહેવાસી હતા.

રેસ્ક્યૂ ઓપરેશનમાં તરવૈયાઓ અને પાંચ એમ્બ્યુલન્સ અને એક જળ બચાવ વાન સહિત 30 કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં 19 મૃતદેહ મળી આવ્યા છે અને આ તમામ મહિલાઓ છે. અને બાકીના લોકોની પણ શોધ કરી રહ્યા છીએ.

ઓવરલોડિંગ અને પાણીના તેજ વહેણના કારણે હોડી પલ્ટી ગઈ. તેમણે કહ્યું કે, કેટલાય અન્ય લોકો પણ હજૂ ગુમ છે. તેમણે કહ્યું કે, આ ઘટના ત્યારે થઈ જ્યારે આ લોકો લગ્ન સમારંભ બાદ રાજનપુરથી મચ્છા પાછી આવી રહ્યા છે. રજાએ કહ્યું કે, મરનારા લોકોની સંખ્યા વધી શકે છે. તો વળી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સંવેદના જતાવી છે. શરીફે ટ્વિટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

error: