Satya Tv News

નેત્રંગના પિંગુટ અને બલદવા ડેમ 90% ભરાયાંપિંગુટ અને બલદવા ભરાતા કાંઠા વિસ્તારો એલર્ટઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં સપાટીમાં વધારો

નેત્રંગ તાલુકામાં આવેલાં પિગુટ અને બલદેવા ડેમ હાઇએલર્ટ સ્ટેજ થવાની શક્યતા પગલે ડેમની હેઠવાસમાં ગામોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

નેત્રંગના પિગુટ ગામ પાસે આવેલ પિગુટ ડેમ 80.05 % હાઇએલર્ટ સ્ટેજે ભરાઇ ગયેલ છે અને પાણીની આવક વધતા 90 % હાઇએલર્ટ સ્ટેજ થવાની શક્યતા છે. તો ડેમની હેઠવાસમાં આવેલાં મૌઝા, કામલીયા, ચીખલી, ગુંદીયા તથા વાલીયા તાલુકાના રાજપુરા, જબુગામ, વાંદરીયા, ચોરઆંબલા, ઉમરગામ, સોડગામ, સિનાડા, નવાપુરા, ડહેલી લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરાય છે.આ ઉપરાંત નેત્રંગ તાલુકામાં બલદવા ગામ પાસે આવેલ બલદેવા ડેમ ૯૧. ૨૮% હાઇએલર્ટ સ્ટેજે ભરાઇ ગયેલ છે . પાણીની આવક વધતા 100 % ઉપર જતા ઓવરફ્લો થવાની શક્યતા છે. તો ડેમની હેઠવાસનાં બલદેવા, કંબોડીયા, પાંચસીમ, બોરખાડી, ઝરણા, ચાસવડ ગામનાં સમાવેશ થાય છે.જ્યારે વાલીયા તાલુકામાં દોલતપુર, ડહેલી, દેશાડ, શીર, કેસરગામ, સીંગલા, પીઠોર ગામોનો સમાવેશ થાય છે. આ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા સુચના આપવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: