Satya Tv News

કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ જન્માષ્ટમી સહિતના તહેવારોની સીઝન માથે છે તેવામાં કોરોના ફરી ભુરાયો થતો હોય તેમ પોઝિટિવ કેસોમાં આવતા વધારાને લઈને લાગી રહ્યું છે. તેવામાં આજે છેલ્લા 24 કલાકમાં 894 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 691 દર્દીઓ સાજાનરવા થયા છે. કોરોના કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 5099 એ પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 8 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 294 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત કોર્પોરેશનમાં 54 , વડોદરા કોર્પોરેશનમાં 65 , ભાવનગર કોર્પોરેશનમાં 22, જામનગર કોર્પોરેશનમાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 27 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 31 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.વધુમાં જિલ્લામાં વાત કરવામાં આવે તો અમદાવાદમાં 8, રાજકોટમાં 18, મહેસાણામાં 45, પાટણમાં 38, કચ્છમાં 30, દેવભૂમિ દ્વારકા 23 અને બનાસકાંઠામાં 21 તથા વલસાડમાં 19, ભરૂચમાં 18, પોરબંદરમાં 10 તેમજ મોરબીમાં 15, ખેડા 7 , નવસારીમાં 7 કેસ સામે આવ્યા છે. બીજી તરફ રાહતની વાતએ છે કે બોટાદ, છોટાઉદેપુર, ડાંગ અને જુનાગઢ મનપા થતાં જિલ્લાભરમાંથી પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

error: