આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા
સામાન્યતઃ ગૃહમાં બેસીને ચર્ચાઓમાં સહભાગી થતા ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષા અને મંત્રીઓ તથા ધારાસભ્યઓએ પ્રેક્ષક દીર્ઘામાં બેસીને આ યુવા મોડેલ એસેમ્બલીની પ્રશ્નોત્તરી કાળની કાર્યવાહી નિહાળી હતી.
વિધાનસભા અધ્યક્ષના જણાવ્યા અનુસાર યુવાનોને લોકશાહીની પ્રક્રિયા સમજાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 182 પસંદ કરેલા વિદ્યાર્થીઓ એક દિવસ માટે વિધાનસભા નું સંચાલન કર્યું.
સ્પીકરના જણાવ્યા અનુસાર યુવાનોને લોકશાહીની પ્રક્રિયા સમજાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે સરકાર કેવી રીતે કામ કરે છે, બજેટ કેવી રીતે બને છે, તેની ચર્ચા કેવી રીતે થાય છે વગેરે. યુવા સભા કાર્યક્રમ માટે સુરત, રાજકોટ, વડોદરા, અમરેલી, કચ્છ, ગાંધીનગર, જામનગર, આણંદ, ગોંડલ, મહેસાણા, નડિયાદ અને અમદાવાદ જેવા પ્રાદેશિક વિસ્તારોના વિદ્યાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી. આ ઈન્ટરવ્યુ માટે શાળા પોસ્ટ સંસ્થા સાથે જોડાયેલ 3500 જેટલી શાળાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમાંથી 390 શાળા સંચાલકોએ તેમની શાળાના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. જેમાં ઇન્ટરવ્યુની પ્રક્રિયા બે મહિનાથી વધુ ચાલી હતી.
અમદાવાદનો રોહન રાવલ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેની સી.એમ તરીકે પસંદગી કરવામાં આવી છે. આમ વિધાનસભામાં અમદાવાદના 63, રાજકોટના 39 ,ગાંધીનગરના 21 સુરતના 16, વડોદરાના 14 કચ્છના 10 અમરેલીના 7 ગોંડલના 5 જામનગરના 4 મહેસાણા નો 1, આણંદ નો 1 નડિયાદનો 1 વિદ્યાર્થી પસંદ કરવામાં આવ્યા છે.