અમૂલ બાદ વડોદરાની બરોડા ડેરીએ દહીં,છાશના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. બરોડા ડેરી તેની દહી અને છાસની પ્રોડક્ટમાં રૂ.1થી લઇને રૂ.15 સુધીનો ભાવ વધારો કર્યો છે. 5 ટકા GSTની દહીં, છાસના ભાવ પર ઇફેક્ટ થઈ છે. બરોડા ડેરીએ ગઈકાલ ગુરુવારથી જ નવા દર લાગુ કરી દીધા છે.આવતા મંગળવારે બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય સભા યોજાશે. આ સભામાં ડેરીના કામકાજનો વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરાશે
સુગમ મસ્તી દહીં કપ 200 ગ્રામના 20 રૂ થી વધારી નવો ભાવ 21 કર્યો
સુગમ મસ્તી દહીં કપ 400 ગ્રામના 38 રૂ થી વધારી નવો ભાવ 40 કર્યો
સુગમ મસ્તી દહીં પાઉચ 1 કિલોના 60 રૂ થી વધારી નવો ભાવ 65 કર્યો
સુગમ મસ્તી દહીં પાઉચ 5 કિલોના 300 રૂ થી વધારી નવો ભાવ 315 કર્યો
ગોરસ જીરા છાશ પાઉચ 190 ml 6 રૂ થી વધારી નવો ભાવ 7 રૂ. કર્યો
ગોરસ જીરા છાશ પાઉચ 400 ml 11 રૂ થી વધારી નવો ભાવ 12 રૂ કર્યો
ગોરસ છાશ પાઉચ 5 લીટરના 130 રૂ થી વધારી નવો ભાવ રૂ 140 કર્યો