Satya Tv News

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનું કલેકટર ઓફિસએ વિરોધ પ્રદર્શન
વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ટીકર ખોરે નરેન્દ્ર મોદીના પોસ્ટર પર ફેંકી શાહી
આંદોલન કરી રહેલા કોંગ્રેસની ટીંગાટોળી કરી અટકાયત કરાય

ભરૂચમાં પણ કેન્દ્રની ભાજપ સરકારના ઇશારે એન્ફોર્સમેન્ટ ડાયરોકરેટ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખવાના અક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન ભરૂચ કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર નજીક કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન વડાપ્રધાન ના ફોટા ઉપર શાહી નાખવામાં આવતા પોલીસે પણ કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખવાના અક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં ભરૂચ કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સરકારની વિરુદ્ધ પોસ્ટર સાથે સૂત્રોચાર કરવા સાથે કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર નજીક કોંગ્રેસીઓએ આંદોલનના શ્રી ગણેશ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને કોંગ્રેસીઓમાંથી જ કોઈ ટીક્કર ખોળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા ઉપર સાહી લગાવતા પોલીસ પણ ઉગ્ર બની હતી અને કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી પોલીસ વાળમાં બેસાડી ડીટેઈન કર્યા હતા કલેકટર કચેરી સંકુલમાં કોંગ્રેસીઓનું લગભગ દોઢથી બે કલાક સુધી આંદોલનનું નાટક ચાલ્યા બાદ પોલીસે અટકાયત કરી હતી

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: