અકસ્માતની ઘટનામાં કેટલાય લોકોઓ જીવ ગુમાવી રહ્યા
હાઇવેનો માર્ગ જાણે કે અકસ્માત ઝોન બની રહ્યો
ભરૂચ જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રોજ મ રોજ બનતી અકસ્માતની ઘટનામાં કેટલાય લોકોઓ જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત થતા હોવાથી સારવાર લેવા મજબુર બની રહ્યા છે. ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી નબીપુર પાલેજ સુધીનો હાઇવેનો માર્ગ જાણે કે અકસ્માત ઝોન બની રહ્યો છે.
ભરૂચના ને.હા ૪૮ પર વડદલા નજીક એક ટ્રેલર નંબર DD01 A 9801 ના ચાલકે રસ્તે પસાર થતી એક મોટરસાયકલને અડફેટે લેતા મોટર સાયકલ પર સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, તો અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને ૧૦૮ ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ પોલીસ વિભાગને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ