Skip to main content

Satya Tv News

વાલિયા વૃક્ષ રથ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે યોજાયો કાર્યક્રમ
વૃક્ષારોપણ અંતર્ગત ૧૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વન વિભાગ દ્વારા વૃક્ષ રથ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

સામાજિક વનીકરણ રેંજ વાલિયા અને શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા દ્વારા શાળાના પટાંગમાં વૃક્ષ રથ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ અંતર્ગત ૧૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર અને શાળાના વિદ્યાર્થીઓને રોપાઓ આપવામાં આવ્યા હતા આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં શાળાના આચાર્ય પરેશ પટેલ,વન વિભાગના બીટ ગાર્ડ સુરજ કુરમી,ભીમસિંગ વસાવા,મહેશ આમલીયા,મીનાબેન માંગરોલા,પ્રકાશ વસાવા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: