ઉકાઈ નહેર ખુલ્લી હોવાથી લોકો ન્હાવા તેનો કરે છે ઉપયોગ
શહેરને આપતું પાણી ઉકાઈ નહેર દ્વારા સીધું આવે હસ્તી તળાવમાં
ઉકાઈ કેનાલને ક્લોઝ પાઇપલાઇનથી કવર કરે તેવી માંગ
અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સીને ઉકાઈ કેનાલ થકી પીવા અને વપરાશ માટે પાણી વર્ષોથી ઉપલબ્ધ થાય છે. ઉકાઈ નહેર ખુલ્લી હોવાથી લોકો કપડાં, વાસણ, પશુ અને પોતે ન્હાવા તેનો ઉપયોગ કરે છે. જેમાં ડૂબી જવાનું અકસ્માતનું જોખમ પણ રહેલું છે
ઉકાઈ જમણા કાઠાની કેનાલ ખુલ્લી હોવાથી તેના પાણી દૂષિત થઈ રહ્યા હોવાનો મત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને ઉધોગકાર એન.કે.નાવડીયા એ વ્યક્ત કર્યો છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ને પૂરું પડાતું પાણી કેનાલ મારફતે રિઝર્વમાં આવી ત્યાંથી ક્લોઝ પાઇપલાઇન વડે ફિલ્ટ્રેશન થઈ આવે છે.જોકે શહેરને આપતું પાણી ઉકાઈ નહેર દ્વારા સીધું હસ્તી તળાવમાં આવે છે. ઉકાઈ નહેર ખુલ્લી હોવાથી લોકો કપડાં, વાસણ, પશુ અને પોતે ન્હાવા તેનો ઉપયોગ કરે છે. જેમાં ડૂબી જવાનું અકસ્માતનું જોખમ પણ રહેલું છે.સાથે પીવાના પાણીની આ કેનાલ ખુલ્લી હોવાથી લોકો તેમાં ફૂલ, પૂજાપો પણ નાખે છે. નહેરમાં ન્હાવા, ધોવા અને અન્ય ક્રિયા પણ લોકો દ્વારા કરાતી હોય પીવાનું પાણી દૂષિત થઈ રહ્યું છે.જેને લઈ ઉધોગકારે આ અંગે સરકાર, ધારાસભ્યો, તંત્ર અંગત રસ દાખવી ખુલ્લી ઉકાઈ કેનાલને ક્લોઝ પાઇપલાઇનથી કવર કરે તેવી માંગણી સાથે રજુઆત કરવામાં આવી રહી છે.
વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર