ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ ઉમેરાયા છે વધુમાં અને અમદાવાદના એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ નીપજ્યું હોવાનું પણ જાહેર થયુ છે. ઉપરાંત કોરોનાને માત આપીને આજે કુલ 745 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદના એક દર્દીનું મૃત્યુ થયું છે. તો બીજી તરફ કોરોનાના 937 કેસ ઉમેરાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5470 પહોચી ગઈ છે અને હાલ કોરોનાગ્રસ્ત કુલ 11 દર્દીઓની સ્થિતિ ગંભીર હેવાથી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તેમ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયુ છે. બીજી તરફ આજે રાજ્યભરમાં કુલ 3.01 લાખ નાગરિકોનું રસીકરણ કરાયું છે અને અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.36 કરોડ ડોઝ અપાયા છે તથા હાલ ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.68 ટકા પહોચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.