રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા અને ગાંધીનગર સૌથી વધુ પ્રભાવિત છે. આજે રાજ્યમાં કોરોનાના 842 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાને માત આપીને કુલ 598 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 5714 એક્ટિવ કેસ છે, જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર છે. બાકીના તમામ સ્ટેબલ છે. આજે રાહતના સમાચાર એ છે કે એકપણ કોરોનાના દર્દીનું મૃત્યુ થયું નથી.
મહાનગરોની જેમ મહેસાણા જિલ્લાને પણ કોરોનાએ બાનમાં લીધો છે. આજે મહેસાણામાં 106 કેસ નોંધાયા છે. મહેસાણામાં ગઇકાલે(23 જૂલાઈ 2022)ના રોજ 66 નવા કેસ નોંધાયા હતા. તો 22 તારીખે 49 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 2000થી વધુ, સુરત અને વડોદરામાં 500થી વધુ, મહેસાણા અને ગાંધીનગરમાં 300થી વધુ, ભાવનગર અને રાજકોટમાં 200થી વધુ કોરોનાના એક્ટિવ કેસ છે.
અમદાવાદ જિલ્લામાં 250 કેસ નોંધાયા છે. તો બીજા નંબરે સૌથી વધુ મહેસાણામાં 106 કેસ નોંધાતા ચિંતા વધી છે. તો વડોદરામાં 86 કેસ, સુરતમાં 80 કેસ, ગાંધીનગરમાં 61 કેસ, કચ્છમાં 33 કેસ, પાટણમાં 29 કેસ, રાજકોટમાં 34 કેસ, ભાવનગરમાં 26 કેસ, બનાસકાંઠામાં 23 કેસ, આણંદમાં 18 કેસ, અમરેલીમાં 17 કેસ, પોરબંદરમાં 13 કેસ, નવસારીમાં 12 કેસ, ખેડામાં 8 કેસ, ભરૂચમાં 7 કેસ, સુરેન્દ્રનગરમાં 6 કેસ, વલસાડમાં 6 કેસ, દ્વારકામાં 5 કેસ, જામનગરમાં 5 કેસ, મોરબીમાં 5 કેસ, તાપીમાં 3 કેસ, અરવલ્લીમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, જુનાગઢમાં એક કેસ, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો છે. તો બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, જામનગર, જૂનાગઢ અને નર્મદામાં આજે એકપણ કેસ નોંધાયો નથી.