Satya Tv News

વડોદરામાં રવિવારે વરસેલા દોઢ ઇંચ જેટલા વરસાદને કારણે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને નીચાણવાળી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેમાં બેંક પણ બાકી નથી. ચાર દરવાજા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે. જેમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. રવિવારે પડેલા વરસાદને પગલે બેંકમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી બેંકના કર્મચારીઓ સહિત ખાતેદારો ચિંતામાં મૂકાયા હતા. વરસાદી પાણી લોકર રૂમ સુધી પહોંચી જતા ખાતેદારો પોતાની મૂડી અને લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓને જોવા માટે ઉમટી પડ્યા હતા.

error: