Satya Tv News

આ ઘટના ઈરાનના દુષ્કાળથી પ્રભાવિત દક્ષિણી પ્રાંત ફાર્સની છે. અહેવાલ પ્રમાણે અચાનક પૂર આવવાને કારણે લગભગ 22 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહેવાલમાં એસ્તાબાનના ગવર્નર યુસેફ કેરેગરના હવાલે જણાવ્યું હતું કે, શહેરમાંથી વહેતી રૂદબલ નદીનું જળસ્તર ભારે વરસાદને કારણે નોંધપાત્ર રીતે વધી ગયું છે.

22 લોકોના મોત થયા છે જ્યારે રેસ્ક્યુ ટીમે 55 લોકોને બચાવી લીધા છે. હજુ પણ 10થી 20 લોકો લાપતા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઈરાન જળવાયુ પરિવર્તનને કારણે દાયકાઓથી દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. અને આ વિસ્તારમાં તો લાંબા સમયથી દુષ્કાળની સ્થિતિ છે. ત્યારબાદ તાજેતરમાં ખૂબ જ વરસાદ પડ્યો હતો.

ઈરાનમાં આ વિસ્તારમાં અચાનક પડેલા ખૂબ જ વરસાદથી સ્થાનિક એક્સપર્ટ્સ પણ ચિંતામાં છે. કારણ કે આ વિસ્તારમાં લાંબા સમયથી દુષ્કાળની સ્થિતિ હતી. જો કે, સ્થાનિક હવામાન વિભાગે છેલ્લા દિવસોમાં સંભવિત ભારે મોસમી વરસાદ અંગે ચેતવણી આપી હતી. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઈરાનમાં નદી કિનારે મોટા પાયે ઈમારતો અને રોડના નિર્માણ છે તેથી અચાનક આવેલું પૂરનું જોખમ વધી ગયું છે. તેને એક પ્રકારનું ફ્લેશ ફ્લડ માનવામાં આવે છે.

error: