RJD સુપ્રીમ લાલૂ પ્રસાદ યાદવના નજીકના ભોલા યાદવની સીબીઆઈએ ધરપકડ કરી છે. ભોલા યાદવ આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર રહેલા છે. તેઓ લાલૂ યાદવના અત્યંત ખાસ માનવામાં આવે છે. બિમાર હોવા છતાં પણ તેઓ તેમની સાથે રહેતા. લાલૂ પરિવાર સાથે તેમને ઘર જેવો સંબંધ છે. ભોલા યાદવને સીબીઆઈએ ચાર દિવસ પહેલા જ રેલ્વે આઈઆરસીટીસી કૌભાંડ મામાલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભોલા યાદવ આ મામાલામાં માસ્ટરમાઈન્ડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભોલા યાદવ આ મામલે માસ્ટરમાઈન્ડ છે. CBI પટનાએ ભોલા યાદવના બે ઠેકાણા પર સર્ચ કરી રહી છે. તેમાંથી એક તેમના CA છે અને જ્યારે દરભંગાના બે ઠેકાણા પર સીબીઆઈએ દરોડા પાડી રહી છે.