Satya Tv News

વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ સાબર ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.

કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે

ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે

ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું અને કૃષિ અને પશુપાલન સંલગ્ન પ્રવૃત્તિને ઉત્તેજન આપવાના સરકાર સતત પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે પહોંચશે. વડાપ્રધાન મોદી સવારે 10 કલાકે સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લેશે. સાબર ડેરીમાં એક હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન થશે.PM મોદી 305 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે.આ અદ્યતન મિલ્ક પાવડર પ્લાન્ટની દૈનિક 120 મેટ્રિક ટનની ક્ષમતા છે. જ્યારે 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટ અને 600 કરોડના ખર્ચે બનનારા દૈનિક 30 મેટ્રિક ટન ક્ષમતાના ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. આ પ્લાન્ટ ચેડર ચીઝ, મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝનું ઉત્પાદન કરશે.

આ ચીઝના ઉત્પાદન દરમિયાન પેદા થતી છાશને પણ 40 MTPDની ક્ષમતા ધરાવતા વ્હી ડ્રાયિંગ પ્લાન્ટમાં સૂકવવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહેશે.

ઉપરાંત 29 જુલાઈએ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં(gandhinagar) ગિફ્ટ સિટીની (Gift City) મુલાકાતે જશે.સાથે જ તેઓ ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે. IIBX ભારતમાં સોનાના નાણાંકીયકરણને વેગ આપવાની સાથે જ સોર્સિંગ, ગુણવત્તાની ખાતરી અને કાર્યક્ષમ ભાવશોધની સુવિધા આપશે.વડાપ્રધાન મોદી IFSCAના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે. આ બિલ્ડીંગની આઈકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે.મહત્વનું છે કે, PM મોદીના હસ્તે NSE, IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝના તમામ ઓર્ડર્સ ‘NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ’ પર રૂટ કરવામાં આવશે.જેથી GIFT-IFSCમાં નાણાંકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે.ગિફ્ટ સિટીની કલ્પના માત્ર ભારત જ નહીં વિશ્વની નાણાંકીય અને ટેકનિકલ સેવાઓ માટેના એક સંકલિત હબ તરીકે કરવામાં આવી છે.

error: