Satya Tv News

ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 1101 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 886 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 5995 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 15 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આજે કોરોનાને લીધે અમદાવાદમાં 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. મહત્વનું છે કે મંગળવારે 889 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે બુધવારે 979 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા.

જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 364 કેસ ગ્રામ્યમાં 10 કેસ, સુરત કોર્પોરેશનમાં 48 ગ્રામ્યમાં 29 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 78, ભાવનગર કોર્પોરેશનમાં 21, જામનગર કોર્પોરેશનમાં 03, ગાંધીનગર કોર્પોરેશનમાં 40 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 43 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે14 જુલાઇ થી 27 જુલાઇ સુધીમાં 11237 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે તો આ સમય ગાળા દરમિયાન 14 લોકો મોતને ભેટયા છે. જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 854 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.

error: