દેશના ૧૫માં રાષ્ટ્રપતિનું કોંગી નેતા દ્વારા કરાયું અપમાન
જંબુસર તાલુકા ભાજપ દ્વારા સખત વિરોધ કરાયો
વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર અપાયું
દેશના ૧૫માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નિ તરીકે સંબોધિત કરતા જંબુસર તાલુકા ભાજપ દ્વારા સખત વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું
કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્નિ તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે આ અપમાન દેશ રાષ્ટ્રપતિ જ નહીં પણ સમગ્ર આદિવાસી જનતાનું પણ છે.દેશના બંધારણીય વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે નારી શક્તિનું અપમાન છે જેનો ભાજપા દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત આજરોજ જંબુસર તાલુકા ભાજપઅને આદિજાતિ મોરચા દ્વારા તાલુકા પ્રમુખ બાલુભાઇ ગોહીલની આગેવાનીમા મામલતદાર જંબુસર ને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.જેમાં માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર સહિત ઉપસ્થિત રહ્યાં હતા..
જંબુસર તાલુકા ભાજપે સૂત્રોચ્ચાર કરી કોંગી નેતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો કૉન્ગી નેતા દ્વારા કરાયેલા આવા સંબોધન બદલ દેશ રાષ્ટ્રપતિ ની માફી માગે તેવો સૂર વ્યક્ત કરાયો હતો આવેદનપત્ર આપવા જંબુસર તાલુકાના વિવિધ હોદ્દેદારો કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા અને કૉન્ગ્રેસ સાંસદના આ સંબોધન ને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું
વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર