શ્રવણ મહિનાના તહેવાર સાથે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચી ગયો છે. પામોલીનમાં પણ બે દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે. જન્માષ્ટમીના તહેવાર ઉપર ફરસાણની ડિમાન્ડ વધુ રહે છે. ફરાળી વસ્તુઓ અને તહેવારી ડિમાન્ડને પગલે ભાવ ઊંચકાઈ ગયા છે. તહેવારમાં ખાદ્યતેલના ધંધાર્થી કમાણી કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ ભાવ વધારા પાછળ બેફામ જમાખોરી જવાબદાર હોવાનું અનુમાન છે. સીંગતેલ ડબાનો ભાવ 2790 થી 2800 પર પહોંચી ગયો છે. આ પહેલા 2780 થી 2790 હતા. સીંગતેલના ડબ્બે રૂપિયા 10 થી 20 નો વધારો થયો છે. પામ તેલ 2010 રૂપિયા હતું હવે 2040 થી 2045 ના ભાવે ડબ્બો પહોંચ્યો છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય વર્ગ માટે તેલના વધેલા ભાવ પડ્યા પર પાટું સમાન છે