તેલંગાણામાં BJP નેતા ગનાનેન્દ્ર પ્રસાદ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, અમને સોમવારે તેમના ઘરેથી આત્મહત્યાની સૂચના મળી હતી. ગનાનેન્દ્ર પ્રસાદ પંખાની મદદથી ફાંસી લગાવી લીધી હતી. હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણવા નથી મળ્યું. તપાસ ચાલું છે.
પોલીસે કહ્યું કે, ગનાનેન્દ્ર પ્રસાદ સરલિંગમપલ્લી મતવિસ્તારથી પાર્ટીની રાજ્ય કાર્યકારી સમિતિના સદસ્ય હતા. તેના અંગત મદદનીશને તેમના પેન્ટહાઉસના એક રૂમમાં પંખા પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, તેમને મૃતક નેતાની કોઈ સુસાઈડ નોટ નથી મળી. પોલીસે એ પણ કહ્યું કે, બીજેપી નેતા એક દુર્ઘટનાનો શિકાર બન્યા હતા અને તેમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.
પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે ગનાનેન્દ્ર પ્રસાદ પોતાના પીએને કહ્યું હતું કે, તે તેમને હેરાન ન કરે કારણ કે, તે સૂવા જઈ રહ્યો છે. ત્યારબાદ જ્યારે પીએએ નાશ્તો આપવા માટે દરવાજો ખખડાવ્યો તે અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ત્યારબાદ પીએએ બારીના કાચ તોડી નાખ્યા અને જોયું તો ગનાનેન્દ્ર પ્રસાદ રૂમમાં પંખા પર લટકી રહ્યા હતા. પરિવારજનોની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કર્યો છે