Satya Tv News

કોરોનાના બે વર્ષ બાદ માંડ લોકોને આ વર્ષે ઉત્સવ ઉજવણીનો લ્હાવો મળ્યો છે, ત્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખરા તહેવાર સમયે જ જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધ્યા છે. ત્યારે દર અઠવાડિયે ખાદ્યતેલમાં થઈ રહેલો ભાવ વધારો લોકોનું ટેન્શન વધારી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દર સપ્તાહમાં ખાદ્યા તેલના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. જેને કારણે ઘરનું બજેટ ખોરવાયું છે. આજે ફરીથી પામોલિન તેલ, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા છે.

રાજકોટના તેલ બજારમાંથી આવેલા આજના ભાવ પર નજર કરીએ તો, પામતેલમાં ડબ્બામાં એક દિવસમાં 90 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. પામતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 1990 થી વધીને 2080 રૂપિયા પર પહોંચ્યો છે. તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા પાર પહોંચ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2510 રૂપિયા થયો છે.

error: