Satya Tv News

રાજ્ય સરકારમાં “સંયુકત સચિવ” તરીકે બઢતી મેળવનાર ઉસ્માનભાઈ પટેલ નું વિશેષ બહુમાન કરવામાં આવ્યુ

સામાજિક,શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે સમાજને સ્વાવલંબી અને મજબૂત બનાવવા હાકલ કરાઈ

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ વધુ જોડાય અને રાજ્ય તથા દેશના વિકાસમાં ભાગીદાર બને એ માટે ભાર મુકાયો

          "ભરૂચ જિલ્લા મુસ્લિમ વહોરા પટેલ સહાયક મંડળ, અમદાવાદ" દ્ધારા સમાજના શ્રેષ્ઠીઓ,અગ્રણીઓ અને હોનહાર તારલાઓનું અને ગુજરાત રાજ્ય સરકારમાં સંયુકત સચિવ તરીકે બઢતી મેળવનાર ઉસ્માનભાઈ પટેલ નું વિશેષ બહુમાન કરવામાં આવ્યુ હતુ.સમારોહમાં ઉપસ્થિત સમાજના પ્રતિષ્ઠિત મોભીઓ દ્વારા સમાજને,સામાજિક,શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે મજબૂત બનાવવા હાકલ કરી હતી.

                 ભરૂચી વહોરા પટેલ સમાજની સૌથી જુની સંસ્થા..."ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળ, અમદાવાદ" દ્રારા ભરૂચી વહોરા પટેલસમાજના સામાજિક,રાજકીય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવો તેમજ શૈક્ષણિક તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ  સિદ્ધિઓ મેળવનારા વિરલ પ્રતિભાઓનેસન્માનિત કરાયા હતા.મુંબઈના પ્રતિષ્ઠિત બીલ્ડર અને સામાજિક સેવા ક્ષેત્રે સદાયે અગ્રેસર એવા નિસારભાઈ દૂધવાળાની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો હતો. 

અમદાવાદ દાણીલીમડા સ્થિત લાલજીભાઈ પરમાર હોલમાં યોજાયેલ કાર્યક્રમ માં ઉપસ્થિત ભરૂચ,વડોદરા,સુરત,અમદાવાદ, ગાંધીનગર અને મુંબ‌ઈના સામાજિક,રાજકીય,વ્યાપારી ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકરોને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી નવાજવામાં આવ્યા હતા.રીટાયર્ડ આસીસ્ટન્ટ કમિશ્નર મુસ્તાકભાઈ ઘોડીવાલાએ સમાજની ચિંતા કરવા સાથે જણાવ્યુ હતુ કે દેશના અને સમાજના વિકાસમાં સહભાગી બનવા માટે સમાજના પ્રતિભાશાળી યુવક-યુવતીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ અને રાજ્ય તથા દેશની વહીવટી સિસ્ટમનો ભાગ બને એ માટે ભાર મુક્યો હતો. સમાજની ઉન્નતિ માટે અને સમાજના સર્વાંગી વિકાસ માટે સૌએ સંગઠિત થવુ પડશે.તોજ સમાજનો સાચા અર્થમાં ઉદ્ધાર થશે.તેમણે સામાજિક અને રાજકીય અગ્રણીઓને તેમજ વિદ્યાર્થીઓને સમાજ માટે સમર્પિત સેવક બની,સમાજને સક્ષમ બનાવવા અપીલ કરી હતી.આ તબક્કે ઉપસ્થિત સંયુકત સચિવ ઉસ્માનભાઈ પટેલે પોતાના સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે આપણે મસ્જીદ અને મદ્રસામાં દાન આપવાની સાથે મિલકતો વકફ કરીએ છે એ સારી બાબત છે,પણ આધુનિક યુગમાં સમાજને ક્રાંતિ તરફ લઈ જવામાં માટે સમાજની ભાવિ પેઢીને શિક્ષિત અને કૌશલ્યવાન બનાવવા અંગેની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા અને સંપુર્ણ સુવિધાઓ સાથે સુસજ્જ કોમ્યુનિટી સેન્ટરના બિલ્ડીંગ બનાવવા આપણે દાન નો પ્રવાહ વધારવો પડશે.એમાંથી કોઈકનું જીવન બનશે તો ચોક્કસ એના પરિવાર તરફથી દુવાઓ મળશે.મુંબઈ માં સ્થાયી થયેલા સફળ બિઝનેસમેન નિશારભાઈ દૂધવાળાએ અમદાવાદ ખાતે બનનાર કોમ્યુનિટી હોલમાં પૂરતો સહકાર આપશે એવી હૈયાધરપત આપી હતી.

              સન્માન સમારોહ ને સફળ બનાવવામાં અમદાવાદ અને ગાંધીનગર ના વહોરા પટેલ સમાજ ના મોભીઓ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે ભરૂચના અગ્રણીઓ યુનુસભાઈ અમદાવાદી, સુલેમાન પટેલ,ફારૂકભાઈ સબરજીસ્ટ્રાર,ઈકબાલભાઈ પાદરવાલા,સુરતમાં પ્રોગ્રેસીવ ટ્રસ્ટ રાંદેર ના સંચાલક મહંમદભાઈ જીદ્દાહવાલા,સરપંચ ઝફર ગડીમલ,મુસ્તાકભાઈ પટેલ સુરત,દિલાવરભાઈ બચ્ચા તેમજ બીજા અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: