અય્યાસી અધિકારી શિનોર મામલતદારના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ
તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મુખ્ય ઓફીસ ખાતે યોજાઈ ચૂંટણી
પ્રમુખ પદે પુરોહિત ભાસ્કર બિન હરીફ વિજેતાં
ઉપ પ્રમુખ પદે મહેશ પટેલ બિન હરીફ વિજેતાં જાહેર કરાયા
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મુખ્ય ઓફીસ ખાતે અય્યાસી અધિકારી શિનોર મામલતદારના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી.જેમાં પ્રમુખ પદે પુરોહિત ભાસ્કર અને ઉપ પ્રમુખ પદે મહેશ પટેલને બિન હરીફ વિજેતાં જાહેર કરવામાં આવ્યા હતા
શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મુખ્ય ઓફીસ ખાતે આજરોજ અય્યાસી અધિકારી શિનોર મામલતદાર V.V.વાળા ના અધ્યક્ષ સ્થાને શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપ.પ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પક્ષ તરફથી મેન્ડેટ લઈને આવેલાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલે આવેલ મેન્ડેટ વાંચી સંભળાવ્યો હતો.જેમાં પ્રમુખ પદે ભાસ્કરભાઈ પુરોહિત અને પ્રમુખ પદે મહેશભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવતાં હાજર તમામ ડિરેક્ટરોએ આ બન્ને નામો વધાવી લીધાં હતા.ત્યારબાદ મામલતદાર શિનોરની અધ્યક્ષ સ્થાને શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પ્રથમ શરૂ કરાઇ હતી.જેમાં પ્રમુખ પદ માટે એક અને ઉપ પ્રમુખ પદ માટે એક ઉમેદવારી ફોર્મ ભરાતાં ચૂંટણી અધિકારી શિનોર મામલતદાર દ્વારા પ્રમુખ પદે ભાસ્કરભાઈ પુરોહિત અને ઉપ પ્રમુખ પદે મહેશભાઈ પટેલને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતાં.બિન હરીફ વિજેતાં બનેલાં પ્રમુખ અને ઉપ પ્રમુખને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ,તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ સહિત તમામ ભાજપના પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.
વિડિઓ જનલીસ્ટ રાજેશ વસાવા સત્યા ટીવી શિનોર