વાગરા નગર તિરંગા થી છવાયુ
જંબુસર એએસપી એ તિરંગા યાત્રા માં જોડાઈ ઉપસ્થિત લોકોનો ઉત્સાહ વધાર્યો હતો
વાગરા નગર રાષ્ટ્રભક્તિ થી લીન થયુ
અનેક ગામના સરપંચ અને આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા
દેશભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ની મુહિમ ચલાવવામાં આવી રહી છે.લોકો દેશભક્તિ પ્રગટ કરવા માટે પોતાના ઘરો ઉપર તિરંગા લગાવી રહ્યા છે.તેર મી ઓગષ્ટ થી લઇ પંદરમી ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા લગાવવા માટે વડાપ્રધાને આહવાન કર્યું છે.જેને ધ્યાને લઇ વાગરા પોલીસે તિરંગા યાત્રા કાઢી હતી.તિરંગા યાત્રામાં ઉપસ્થિત સરપંચો,અગ્રણીઓ,સ્કૂલ ના બાળકો અને પોલીસ જવાનો નું મનોબળ વધારવા જંબુસર એ.એસ.પી. વિશાખા દબરાલ જોડાયા હતા.એ.એસ.પી. ની રાહબરી હેઠળ વાગરા પોલીસ મથક થી ડેપો સર્કલ સુધી તિરંગા યાત્રા કાઢવા માં આવી હતી.તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રભક્તિ બતાવતા ગ્રામજનો એ પુષ્પા વર્ષા કરી સૌ નું સ્વાગત કર્યું.એક તબક્કે વાગરા નગર માં દેશ ભક્તિ નો માહોલ સર્જાવા સાથે તિરંગા મય બની જવા પામ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર પ્રેમીઓએ પોતાના ઘરો,ઓફિસો તેમજ દુકાનો ઉપર તિરંગો લગાવી ને રાષ્ટ્રભક્તિ ના દર્શન કરાવ્યા હતા.
જર્નલિસ્ટ ઝફર ઘડીમલ સાથે સત્યા ટીવી વાગરા