Satya Tv News

રાજસ્થાનના જાલોર જિલ્લામાં શિક્ષકના ઢોર મારના કારણે દલિત વિદ્યાર્થીનુ મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી હતી ઘટના જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના સુરાણા ગામના એક ખાનગી સ્કુલની છે જ્યાં શિક્ષકે દલિત વિદ્યાર્થીને ખૂબ માર માર્યો જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ સીધા. સમગ્ર મામલે આરોપ છે કે દલિત વિદ્યાર્થીએ ખાનગી સ્કુલના સંચાલકના માટલામાંથી પાણી પીધુ હતુ. આ વાતને લઈને તેને ઢોર માર મારવામાં આવ્યો.

જે બાદ સતત જુદી જુદી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી પરંતુ 13 ઓગસ્ટે ઈન્દ્રનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ.

error: