Satya Tv News

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હિમાચલ અને બિહારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનમાં 200થી વધુ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 નાના-મોટા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે અને બિહારમાં તે ભયજનક નિશાનની નજીક છે.

છેલ્લા 48 કલાકથી વધુ સમયથી વરસાદને કારણે ઘણા નેશનલ હાઈવે બ્લોક છે. 50 થી વધુ ડેમ ઓવરફ્લો થયા છે. જબલપુરમાં બર્ગી ડેમના 17 નર્મદાપુરમમાં તવા ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. વરસાદની વાત કરીએ તો ગુનામાં સૌથી વધુ 7 ઈંચ, સાગરમાં 6.5 ઈંચ,જબલપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. ભોપાલમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. અહીં અત્યાર સુધીમાં 60 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. 2016 માં અહીં 56.58 ઇંચ વરસાદ પડ્યો હતો, જે એક રેકોર્ડ છે. આ રેકોર્ડ સોમવારે તૂટી શકે છે. વરસાદના કારણે ભોપાલના મોટા બળાવની બોટ ક્લબ પર ઉભેલુ ક્રુઝ અડધુ ડૂબી ગયું છે.

error: