સુરતના પુણા વિસ્તારની નારાયણ નગર સોસાયટીના રહીશોનો વિરોધ
છેલ્લા એક વર્ષ થી પીવાનું પાણી ન આવતા લોકોને હાલાકી
મહિલાઓએ રામધૂન બોલાવી સુરત મનપાનો કર્યો વિરોધ
પાણી સમયસર નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
સુરત શહેરના પુણા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે પુણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર સોસાયટીના રહીશોએ રામધૂન બોલાવી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં સમસ્યા દૂર નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
સુરતનો પુણાગામ વિસ્તારને છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે અહીં લાખોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે છતાં આજદિન સુધી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે છેલ્લા એક વર્ષથી પુણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા છે અને નિયમિત રીતે પાણી આપવામાં આવતું નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર પુણા વિસ્તારના લોકો અન્ય વિસ્તારની જેમ વેરો ભરે છે છતાં કોઈ સુવિધા મળતી નથી જેને લઈને પાલિકાના અધિકારીઓ સામે સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો અને સોસાયટીમાં જ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો જોકે આગામી દિવસો માં આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી
વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત