બિહારની રાજધાની પટનામાં 23થી 25 ઓગષ્ટ સુધી ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. શહેરના ડાકબંગલા સ્ક્વેર, ગાંધી મેદાન, બેઈલી રોડ અને બોરિંગ રોડ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ રહેશે. ગર્દાનીબાગ સિવાય કોઈપણ શહેરી વિસ્તારમાં ધરણા-પ્રદર્શનની અનુમતિ આપવામાં આવશે નહીં. સોમવારે શિક્ષકોની ભરતીને લઈને થયેલા હોબાળા બાદ વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે