Satya Tv News

સોમનાથ ટ્રસ્ટે આત્મનિર્ભર બની પૂરી કરી..સોમનાથ મંદિરમાં ચઢાવવામાં આવતું દરેક બિલ્વપત્ર ઉગે છે સોમનાથ ટ્રસ્ટના બિલ્વ વનમાં …16 કર્મચારીઓનો સમૂહ શિવજીના ભજનની સાથે સોમનાથ માટે બિલ્વપત્રો ચૂંટે છે..વન માંથી દરરોજ 1.25 લાખથી વધુ બિલ્વપત્રો જાય છે.. સોમનાથ મહાદેવની પૂજામાં…સોમનાથ ટ્રસ્ટે છેલ્લા 21 વર્ષથી બિલ્વ વનનું સંવર્ધન કરીપૂજાના બિલ્વ પત્ર માટે મેળવી આત્મનિર્ભરતા…શાસ્ત્રો અને પુરાણોમાં, શિવને સૌથી સરળ અને સૌથી ભક્ત વત્સલ દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. શિવને પ્રસન્ન કરવા માટે કોઈ મોટા ભોગ અથવા આભૂષણોની જરૂર નથી, પરંતુ સામાન્ય રીતે, શિવ બિલ્વપત્રની ચડાવવાથી ભક્તોને ઇચ્છિત વરદાન આપે છે. વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરરોજ 1.25 લાખ બિલ્વપત્રો તીર્થના સ્થાનિક પુરોહિતો દ્વારા મહાદેવને અર્પણ કરવામાં આવે છે. બિલ્વ વનમાં 16 કર્મચારીઓનું જૂથ શિવ નામ નું રટણ કરતા-કરતા વિશાળ બિલ્વ જંગલમાં ઝાડમાંથી બિલ્વપત્રની નાની ડાળીઓ કાપીને શ્રેષ્ઠ બિલ્વપત્રો સોમનાથ પહોચાડે છે.શિવ પુરાણ અને અન્ય શાસ્ત્રોમાં શિવને બિલ્વના પાન અર્પણ કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. બિલ્વના પાંદડાના મહિમાનું વર્ણન સંસ્કૃત ગ્રંથોમાં અનેક શ્લોકોમાં જોવા મળે છે. दर्शनं बिल्वपत्रस्य स्पर्शनम्‌ पापनाशनम्‌।अघोर पाप संहारं बिल्व पत्रं शिवार्पणम्‌॥બિલ્વપત્રના દર્શન અને સ્પર્શથી મનુષ્યના પાપોનો નાશ થાય છે. શિવજીને બિલ્વના પાન અર્પિત કરવાથી શિવજી ભક્ત દ્વારા કરવામાં આવેલા ભયંકર પાપોનો પણ નાશ કરે છે. અન્ય એક શ્લોકમાં ત્રણેય લોકમાં બિલ્વ પત્રનું મહત્વ સમજાવતા શિવપુરાણમાં લખવામાં આવ્યું છે કે,त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुधम्‌।त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम्‌॥બીલીપત્ર પાન જેમાં ત્રણ પત્તા હોય છે જે આપણે શિવજીને અર્પણ કરીએ છીએ, તે આપણા ત્રણ જન્મોના પાપોનો નાશ કરે છે. ત્રિગુણ શિવની કૃપા ભૌતિક સંસાધનોથી સંપન્ન છે. તેથી આ બિલ્વના પાન ભગવાનને અર્પણ કરવાથી સર્વાધિક ફળ મળે છે. દરરોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને લાખો બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવે છે. પ્રતિદિન પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયમ પૂજા અને શ્રૃંગાર દરમિયાન લાખો બિલ્વપત્રોની જરૂરીયાતને પૂર્ણ કરવા માટે, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણપ્રતિષ્ઠા સુવર્ણજયંતી ઉત્સવ વર્ષ 2001માં પ્રભાસ તીર્થમાં “શ્રી સોમનાથ બિલ્વવન સંવર્ધન પ્રોજેક્ટ”ની સ્થાપના કરવામાં આવી હતી. 13મી ઓગસ્ટ, 2001ના રોજ સોમનાથ વેરાવળ રોડ પર સોમનાથ ટ્રસ્ટના તત્કાલીન ટ્રસ્ટી સ્વર્ગીય પ્રસન્નવદન મહેતા ના હસ્તે બિલ્વ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમયની સાથે સોમનાથ ટ્રસ્ટે વધુ એક બિલ્વવન સ્થાપ્યું છે. અને આજે સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવતું પ્રત્યેક બિલ્વપત્રને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પવિત્ર બિલ્વ જંગલમાં ઉગાડવામાં આવે છે.આજે 21 વર્ષ પછી આ વિશાળ બિલ્વ જંગલમાં વનમાં હજારો વૃક્ષો પર લાખો બિલ્વપત્ર ઉગાડવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા માંથી ગાયનું છાણનું ખાતર અને ટપક સિંચાઈ પધ્ધતિથી સિંચિત · આ આખું બિલ્વવન વસુધાનું લીલું આભૂષણ બનેલું દેખાય છે.આ રીતે બે દાયકા પહેલા જ્યાં સોમનાથ મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્રો ખરીદવામાં આવતા હતા ત્યાંજ આજે બિલ્વવન ની પવિત્ર ભૂમિમાં ઉગાડવામાં આવતા એક લાખથી વધુ બિલ્વના પાંદડા દરરોજ સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવે છે. આવી જ રીતે સોમનાથ ટ્રસ્ટ અન્ય કાર્યો અને માધ્યમોમાં પણ આત્મનિર્ભરતાના ધ્યેય સાથે કામ કરી રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ ખરા અર્થમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.

error: