Satya Tv News

..સાયખાં GIDC માં આવેલ સિદ્ધાર્થ એન્જી. કંપનીમાંથી ૩૧ એમ.એસ પાઇપ ચોરી કર્યા નું બહાર આવ્યુ…….

વાગરા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોરી ના માલ સાથે છ ઈસમો ને ઝડપી પાડ્યા હતા.સાયખાં જીઆઇડીસી માં આવેલ એક કંપની માંથી ચોરી કરી હોવાનો ભેદ ખુલવા પામ્યો હતો.પોલીસે છ લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા પોલીસે પી.એસ.આઈ. આર એલ ખાટાણા ની સૂચના મુજબ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ભેરસમ ગામ તરફથી વાગરા આવતી પીકઅપ જી.જે. ૨૩ વી ૩૮૦૬ ને અટકાવી હતી.તેમાં ભરેલી એમ.એસ. ની પાઇપો અંગે પૂછતાછ કરતા કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહિ.આ અંગે વાગરા પોલીસે સદર ઈસમો વિરુદ્ધ સી.આર.પી.સી ની કલમ ૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરી હતી.સી.આર.પી.સી ની કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે લીધો હતો. મુદ્દામાલ અંગે વધુ પૂછપરછ કરતા સદર મુદ્દામાલ સાયખાં જીઆઈડીસી માં આવેલ સિદ્ધાર્થ એન્જીનીયરિંગ કંપની માંથી ૩૧ એમ.એસ ની પાઇપો ચોરી કર્યા નું બહાર આવ્યુ હતુ.આ અંગે કંપની ના માલિક સદર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફેસલ ઇકબાલ પટેલ,હિફજુલ રહેમાન યાકુબ કોંગા બન્નેવ રહે આછોદ,તા.આમોદ,ઈશ્વર મનુ રાઠોડ,નિલેશ રમેશ વસાવા,અનીલ રમેશ રાઠોડ તેમજ જયેશ રતીલાલ વસાવા તમામ રહે ભેરસમ,તા.વાગરા ના ઓ પાસે થી એમ.એસ ની પાઇપો અને પીક અપ સહિત નો છ લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે લઈ તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: