Satya Tv News

ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કરનાળી, ચાંદોદ અને નાંદેરિયા સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ચાંદોદ મહાલરાવ ઘાટના 81 પગથિયાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસમાં 7 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. તલાટી કમ મંત્રીઓને પણ ગામમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. એકાએક નદીમાં પાણીનું સ્તર વધતા નદી કિનારે રહેતા પરિવારોને સ્થળાંતર કરાશે.

નર્મદા ડેમના 23 દરવાજાઓ 3.05 મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે નર્મદા ડેમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાશે. રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આથી, રીવરબેડ પાવરહાઉસમાંથી પણ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે

error: