યુક્રેનમાં MBBSમાં અભ્યાસ કરતા ભારતના 20,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો
MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો
આરોગ્ય કેન્દ્રમાં પ્રાયોગિક અભ્યાસ કરવા પણ આ વિદ્યાર્થીઓ તૈયાર
ઓનલાઇન અભ્યાસને માન્યતાં આપવા માંગણી
ગુજરાત અને ભારત દેશના આશરે 20,000 વિદ્યાર્થીઓના ભાવી જોખમમાં મુકાયા છે.આવા સમયે નેશનલ મેડિકલ કાઉન્સિલે જે ગાઈડલાઈન જાહેર કરી છે જે તેના કારણે ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.. આવા સંજોગોમાં અગાઉની જેમ જ ભારત સરકાર અને એનએમસીએ પોતાના દેશના વિદ્યાર્થીઓની પડખે રહેવાના બદલે આકરા પગલાં ભર્યા છે તે સામે ઓન લાઇન અભ્યાસ ને માન્યતા આપવાની માંગણી કરી છે
એનએમસીએ પોતાની ગાઈડલાઈન ને વળગી રહેવા માંગે છે .જેમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી આવી વિપરીત પરિસ્થિતિમાં સરકાર એનએમસી અને વિદ્યાર્થીઓની વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા અદા કરે અને સત્વરે તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરે તેવી વાલીઓ માંગણી કરી રહ્યા છે..એનએમસી ના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થીઓએ યુક્રેન છોડી અન્ય દેશમાં અભ્યાસ કરવા જતા રહેવું જોઈએ પરંતુ અન્ય દેશની મેડિકલ કોલેજના અભ્યાસક્રમ તેના કરતાં અલગ હોવાથી મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે. યુક્રેનની મેડિકલ યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન નો ઓપ્શન આપેલ છે .જેને એનએમસી માન્ય રાખવા તૈયાર નથી .
આ પરિસ્થિતિમાં વાલીઓ કરે તો શું કરે …?એનેએમસી ના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ અને મેડિકલ અભ્યાસ કરે તો આ વિદ્યાર્થીઓ ફોરેન મેડિકલ એજ્યુકેશન એક્ઝામ માટે એલિજિબલ ગણાશે નહીં તો વિદ્યાર્થીઓ ક્યાં જાય બીજા દેશમાં ટ્રાન્સફર લેતો તેવા સંજોગોમાં છ માસનું એક સેમેસ્ટરની બેક લાગવાનો પણ દર છે અને યુક્રેન અને અન્ય દેશમાં ટ્રાન્સફર લેવામાં આવે તો તે દેશના અભ્યાસક્રમ અલગ અલગ હોવાના કારણે પણ ઘણી વિસંગતતા થાય તેમ છે આ પરિસ્થિતિને જોતા 20,000 ભારતીયો વિદ્યાર્થીઓનો ભાવી જોખમ મા મુકાયું છે..આ પરિસ્થિતિમાં સરકારમાં બેઠેલ મંત્રીઓની કોઈ મંત્રીઓના કોઈ બાળકો અભ્યાસ કરતા હોત તો એન એમ.સીની ગાઈડલાઈન ને બદલી શકાત તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે
આ બાળકોની પડખે ઊભા રહીને કોરોનામાં અને ત્યારબાદ યુદ્ધ વખતે શ્રેષ્ઠ કામગીરી કરી હતી તેની સરાહના કરી આ બાળકોને વડાપ્રધાન મોદી અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા યુદ્ધ પૂરું થતાં સુધી બાળકોને ઓનલાઈન એજ્યુકેશન માટે મંજૂરી આપે અને સરકારની જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં રેકોર્ડ કરે તે હોસ્પિટલમાં દેશના દરેક રાજ્યના જિલ્લાઓએ આરોગ્ય કેન્દ્રમાં પ્રાયોગિક અભ્યાસ કરવા પણ આ વિદ્યાર્થીઓ તૈયાર હોવાનું જણાવી રહ્યા છે …. અંતમાં ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડે તો તે જોવાની જવાબદારી સરકાર તથા એમએસસીની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે .
વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ