Satya Tv News

પ્રો.સ્ટોરના વેપારીને 21,000 હજારનો ચૂનો ચોપડવાની ગાંઠિયાની કોશિશઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા 21,000 હજારનો ચૂનો ચોપડવાની કોશિશપૈસા ટ્રાન્સફર ના કરી માલ પરત લઈ આવતા છેતરપિંડી થી તેઓનો રાજપીપળાના અનાજ કારીયાણા પ્રો.સ્ટોરના એક વેપારીને 21,000 હજારનો માલ ફોન પર નોંધાવી જિલ્લા સેવાસદન પર બોલાવી ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા 21,000 હજારનો ચૂનો ચોપડવાની ગાંઠિયાએ કોશિશ કરી હતી, વેપારીએ સમયસૂચકતા વાપરી પૈસા ટ્રાન્સફર ના કરી ને માલ પરત લઈ આવતા છેતરપિંડી થી તેઓનો આબાદ બચાવ થયો હતો

રાજપીપળા નજીક વડિયા ખાતે અનાજ કારીયાણા ની દુકાને રોજ સવાર પડતાજ મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ ઉમટી પડતી હોય છે, વડિયા ખાતે આવેલ વિવિધ સોસાયટીના રહીશો હોલસેલ અને બજાર ભાવ કરતા ઓછી કિંમતમાં વસ્તુ મળતા ખાસ કરીને આ વેપારી પાસેથીજ ઘર વખરી, તેમજ અનાજ કરીયાણા નો સામાન ખરીદતા હોય છે, ખાસ કરીને વડીયાની વિવિધ સોસાયટીઓ માં બનતા ઘરોના કન્સ્ટ્રક્શનનું કામ કરતા કામદારો માટે આ દુકાન આશીર્વાદ રૂપ છે, ત્યારે એક ગાંઠિયાએ આ અનાજ કારીયાણાના વેપારીને 21,000 હજારનો ચૂનો ચોપડવાની કોશિશ કરી હતી, જોકે વેપારી સમયપર સજાગ થતા 21,000 હજાર ની નુકશાની થી બચી ગયા હતા,સમગ્ર ઘટના એવી હતીકે વેપારીને +916297722199, તેમજ +916307446171 આ બે નંબર પરથી ફોન આવે છે, ગઠિયો હિન્દી ભાસામાં વેપારીને ફોન પર વાત કરી અનાજ કારીયાણાનો સમાન નોંધાવે છે, મહત્વની વાત તો એ છે કે ગઠિયો સૌ પ્રથમ તો ફોન કરીને વેપારીને તેની દુકાનું નામ અને વેપારીનું નામ પણ જણાવે છે, જેથી વેપારીને તેના પર વિશ્વાસ બેસી જાય છે, ત્યાર બાદ ગઠિયો જિલ્લા સેવા સદનમાં જોબ કરે છે ની વાત કરે છે, અને સામાન લઈને રાજપીપળા જિલ્લા સેવા સદન પર આવવાનું વેપારીને જણાવે છે, જેથી વેપારીને કોઈ નોકરિયાત વ્યક્તિ હશે તેવું લાગતા માલ નોંધી લે છે, જ્યારે વેપારી સામાન લઈને જિલ્લા સેવા સદન પર જતો હોય છે તો ગઠિયો વેપારીને ગાંધી ચોક ખાતે થી પોતાના ગૂગલ પે એકાઉન્ટ માં 1 રૂપિયો ટ્રાન્સફર કરવાનું જણાવે છે, વેપારી એ સાંભળીને આશ્ચર્યચકિત તો થાય છે પરંતુ ફક્ત એક રૂપીયોજ નાખવાનો છે તેવું સમજી વેપારી ગાંઠિયાએ આપેલા ક્યુ.આર કોડ પર એક રૂપિયો નાખીને જુએ છે તો સામે થી અન્ય નંબર પરથી 2 રૂપિયા વેપારીના એકાઉન્ટ માં પરત જમા થાય છે, ત્યાર બાદ ગઠિયો વેપારીને તેણે લીધેલા માલના 21,000 હજાર રૂપિયા નાખવાના કહે છે, ગઠયો કહે છે કે જો તમે પૈસા મારા કયું.આર કોડ પર નાખશો તો સામે તમને તરત એના ડબલ મળી જશે, જોકે વેપારી એ અગાઉ ગાંઠિયાની ઓળખ તપાસ કરવા કહ્યું તો ગાંઠિયાએ તેનું આધાર કાર્ડ મોકલ્યું હતું જોકે ગઠિયાએ પોતાનું આધાર કાર્ડ તો મોકલ્યું પરંતુ એ આધાર કાર્ડ ફેક પણ હોઈ શકે છે, પરંતુ એક સજાગ વેપારી તેમજ અવાર નવાર નવ નવા પેતરાથી સોશિયલ મીડિયા પર લોકોને લુટતા કિસ્સાઓ ધ્યાનમાં રાખી વેપારીએ પૈસા ટ્રાન્સફર કર્યા નહતા અને સીધા જિલ્લા સેવા સદન ખાતે પોહચી ગઠિયાને ફોન કરી કહ્યું હતું કે હું જિલ્લા સેવા સદન ખાતે નીચે માલ સાથે ઉભો છું તમે નીચે આવી જાવ પરંતુ ગઠિયો એકજ વાત કરતો હતો કે તમે પહેલા મારા આપેલા કયું.આર કોડ પર પૈસા નાખશો તોજ મને ગેટ પાસ મળશે અને હું ઓફિસમાંથી નીચે આવી શકીશ, પરંતુ વેપારીને હવે પુરે પુરી રીતે ગાંઠિયાના ઇરાદની સમજણ પડી ગઈ હતી જેથી વેપારી માલ સહિત પરત દુકાને આવી જાય છે, અને ત્યાર બાદ ફરી એકવાર ફોન કરી ગાંઠિયાને કહ્યું હતું કે તમે જિલ્લા સેવા સદન ખાતે માલ મંગાવ્યો પણ આવ્યા ના માટે હવે આ માલનું હું શું કરું, તો સામેથી ગઠિયાને પણ ખબર પડી ગઈ હતીકે વેપારી સજાગ થઈ ગયો છે અહીંયા એની ચાલ નહિ ચાલે જેથી ગાંઠિયાએ વેપારીને દાન ધરમ કરિદો કહી ફોન કાપી નાખ્યો હતો, જોકે સાચા સમયે વેપારી સમજી જતા તે આવા ગઠિયાનો શિકાર બનતા બચી ગયા હતા, પરંતુ આ ઘટનાથી રાજપીપળાના વેપારીઓ સહિત તમામ લોકોએ શીખવું જોઈએ કે અત્યાર સુધી બહારની કોઈ ગેંગ સોશિયલ મીડિયાના માધ્યમ થી છેતરપીંડી કરતિ આવી છે હવે આપણા ઘર તેમજ દુકાન નજીક પણ આવા લોકો સક્રિય છે, આપણી રેકી કરી નવા કિમીયા શોધી આપણી સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરી રહ્યા છે તેનાથી હવે સાવધ રહેવું પડશે નહીતો આવા ગાંઠિયાઓનો તમે શિકાર પણ બની શકો છે.

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: