Satya Tv News

કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યત

અન્ય વિસ્તારમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં દક્ષિણ વિસ્તાર સિવાય અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નહીંવત છે. પણ વાતાવરણમાં પલટો આવતા અમુક જગ્યાએ છૂટો છવાયો ખાબકી છે. તેવામાં વડોદરામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. કારેલીબાગ, સમાં, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસાદનુ આગમન થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.*શું છે હવામાન વિભાગની આગાહી*ગુજરાત સહિત દેશનાં ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત થઈ ગયું છે. જો કે આગાહી અનુસાર ગણેશ ચતુર્થી આસપાસ મેઘરાજાની સેકન્ડ ઇનિંગ શરૂ થાય એવી શક્યતા છે. મુખ્ય તો દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મેઘ સંકેતના વરતારા છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી નથી. એટલે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ અથવા ઊત્તર ગુજરાતમાં મેઘરાજા ખમૈયા કરશે. દક્ષિણ ગુજરાત સિવાય ખાસ તો અન્ય વિસ્તારમાં હાલ વરસાદની શક્યતા નહીંવત છે.

error: