નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક કાર સવાર પરિવારને નડ્યો અકસ્માત
માર્ગ ઉપર પડેલ ખાડો બચાવવા જતા કાર ડેમના પાણીમાં ખાબકતા 3ના મોત
મહિલા તલાટી તેઓના પતિ અને ચાર વર્ષની બાળકીનું મોત
પરિવારજનોમાં શોકનો માહોલ
નેત્રંગ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી. એમ.અર્થે ખસેડી તપાસ હાથ ધરી
નેત્રંગના ગોકુલધામ સોસાયટીમાં રહેતા એક પરિવાર બલદવા ડેમની મુલાકાત લીધા બાદ મોડી સાંજે પરત ફરી રહ્યા હતા તે જ દરમિયાન માર્ગ ઉપર પડેલ ખાડો બચાવવા જતા બેકાબુ કાર ડેમના પાણીમાં ખાબકી હતી.જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા હતા
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ બલદવા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં ઓવરફ્લો સ્થિતિમાં વહી રહ્યો છે, ડેમમાં ભરપુર માત્રામાં પાણીની આવક થતા ડેમ આસપાસના વિસ્તારોમાં પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જેને નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે, જોકે ગત મોડી સાંજે વસાવા પરિવારની ખુશીની પળો માતમમાં છવાઈ હતી.
ગત સાંજના સમયે બલદવા ડેમ ખાતે ફરવા માટે ગયેલ નેત્રંગના ગોકુલધામ સોસાયટીમાં રહેતા સંદીપ લવધન વસાવા તેમજ તેઓની પત્ની કે જેઓ તલાટી તરીકે ફરજ બજાવતા હતા. યોગીતા બેન સંદીપ વસાવા અને તેઓની ચાર વર્ષીય પુત્રી માહી સંદીપ વસાવા ડેમની મુલાકાત લીધા બાદ મોડી સાંજે પરત ફરી રહ્યા હતા તે જ દરમિયાન માર્ગ ઉપર પડેલ ખાડો બચાવવા જતા બેકાબુ કાર ડેમના પાણીમાં ખાબકી હતી.
અચાનક ડેમના પાણીમાં ખાબકેલ કારમાં સવાર પરિવારના સભ્યો કઈક સમજે પહેલા જ તેઓને ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા આસપાસના ગ્રામજનો સહિત નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ ત્રણેવ મૃતકોની લાશનો કબ્જો લઈ તેઓને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
વિડિઓ જર્નલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ