Satya Tv News

ધારા સભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતા માં વન મહોત્સવ યોજાયો

પર્યાવરણ ની સમતુલા જાળવવા વધુ વૃક્ષો વાવો : અરુણસિંહ રણા, ધારાસભ્ય- વાગરા વિધાન સભા

વાગરા વન વિભાગ દ્ધારા ૭૩ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ની ઉજવણી કરી હતી.વાગરા ધારાસભ્ય સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વૃક્ષા રોપણ કાર્યક્રમ માં જોડાયા હતા.

        વાગરા વન વિભાગ દ્ધારા તાલુકા કક્ષા નો ૭૩ માં વન મહોત્સવ કાર્યક્રમ નું આયોજન કર્યું હતુ.વાગરા એમ.એમ. પટેલ  હાઈસ્કૂલ માં ધારા સભ્ય અરુણસિંહ રણા ની અધ્યક્ષતા માં કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા,તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટી,કારોબારી અધ્યક્ષ સંજયસિંહ ચાવડા,હરેશ પટેલ સહિત અધિકારીઓ,પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ધારા સભ્ય અરુણસિંહ રણા એ વૃક્ષા રોપણ કર્યું હતુ.અને ઉપસ્થિત લોકોને પર્યાવરણ ની સમતુલા જાળવવા વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી.રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.વી.ચારણ એ પર્યાવરણ ની મહત્તા સમજાવી હતી.વૃક્ષો આપણા મિત્રો છે,એટલે આપણે સાચી મિત્રતા નિભાવવાની છે.આપણુ જીવન સ્વસ્થ રહે એ માટે પર્યાવરણ ની સાચવણી કરવી પડશે. પર્યાવરણ વિના નું જીવન ની કલ્પના પણ કરી શકાય એમ નથી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: