Satya Tv News

અંકલેશ્વરના માંડવાનો દેશી દારૂનો બુટલેગર જોલવા જતા ખેલીઓ ખેલતા ખેલ
શાકભાજીની આડમાં માંડવાનો બુટલેગર દારૂની મારતો ખેપ
ચાર આરોપીઓએ અલ્ટો કાર લઈ પોલીસ હોવાનો સ્વાંગ રચી 10 લાખ માંગ્યા
સામાજિક કાર્યકરોના નામે તોડબાઝ ગેંગોના ચાલતા હજારો-લાખોના ચૂલા
બેજવાબદાર અને ભ્રષ્ટાચારીઓના કારણે આ વેપલો એક મોટું બજાર પકડી રહ્યું
દેશી વિદેશી દારૂ અને જુગરધામના સંચાલકો કટકી ગેંગના મુખ્ય ટાર્ગેટ
દુકાનદારો દ્વારા મરાતી ગરીબોના અનાજની પલટીમાં વચેટીયા-તોડબાજોની મહત્વની ભૂમિકા

ઔદ્યોગિક નગરી ભરૂચ જિલ્લો તંત્ર, પોલીસ અને ઉધોગકારોની લાપરવાહી કહો કે ગંભીર બેદરકારી જેના કારણે તોડબાઝો માટે સ્વર્ગ બની ગયો છે.
કેમિકલ માફિયા, દારૂ જુગારના અડ્ડા વાળા, સસ્તા અનાજની દુકાનોના બેનબરી કરતા સંચાલકો, ખાણ ખનીજ વિભાગમાં ઓવર લોડેડ વાહનોના વ્યવસાયિકો, પ્રદુષણ માફિયાને લીધે કહેવાતા RTI એક્ટિવિસ્ટો, કેટલાક પત્રકારો, પર્યાવરણ પ્રેમીઓ, સામાજિક આગેવાનો મહિને હજારો લાખોના રોટલા શેકી રહ્યા છે.એવો જ એક કિસ્સો બહાર આવ્યો છે.જેમાં સરકાર, તંત્ર, પોલીસ, ઉધોગો સહિતની ઢીલી નીતિ અને બેજવાબદાર ભ્રષ્ટાચારીઓના કારણે આ વેપલો એક મોટું બજાર પકડ્યું

ભરૂચ જિલ્લા કોંગ્રેસનો યુવા નેતા અને સંદીપ માંગરોલાનો ખાસ નિખિલ શાહ સામે રૂ.2.30 લાખની બુતલેગર પાસે ખંડનીમાં ગુનો નોંધાયો છે.આટલું ઓછું હોય તેમ તોડ પાડવામાં આ ભાઈ સહિત એક પત્રકાર રિઝવાન સોદાવાલા,સહિત બે શખ્સો પોતે પોલીસ હોવાની કેફિયત વ્યક્ત કરી દેશી દારૂનો વેપલો કરતા બુટલેગર પાસે ભરૂચ DSPના નામે રૂ.10 લાખ માંગ્યા હતા.

કોંગ્રેસના યુવા નેતા નીખીલ શાહ અને તેઓના મળતીયાઓ સામે ભરૂચ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં આ બે ઇસમોએ જોલવા નજીક શાકભાજી વેચતા એક વેપારીને શાકભાજીની આડમાં દારૂનો વેપલો ચલાવો છો તેમ કહી ડરાવી ધમકાવી પૈસાની માંગની કરી હતી. જોકે માંડવાથી ટેમ્પો લઈ દેશી દારૂનો શાકભાજીની આડમાં વેપલો કરતા રાજેશ વસાવાએ આ તોડબાઝ 4 લોકોની ગેંગને રૂપિયા 2.20 લાખ ટુકડે ટુકડે ચૂકવા હતા.

દહેજ નજીક આવેલ જોલવા ખાતે શાકભાજી વેચવા જતા વેપારી ઉર્ફે બુટલેગર પર તમે શાકભાજીની આડમાં દેશી દારૂનો વેપલો કરો છો એમ જણાવી તોડ પાણી કરનાર અને પોતાની જાતને પોલીસ અમલદાર તરીકેની ઓળખ આપનાર અને અન્ય ત્રણ વ્યક્તિઓ કે જેઓ બોગસ પોલીસ અમલદારને સાથ આપી રહ્યા હતા.

તોડબાઝ લુખ્ખાઓ સામે ભરૂચ ગ્રામ્ય પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોધાઇ હતી. ફરિયાદી બુટલેગર રાજેશ રમેશભાઈ વસાવાએ પત્રકાર એવા રિઝવાન સોડાવાલા, ઝાકીર રીઝવાન, કોંગી યુવા નેતા અને સંદીપ માંગરોલાના ખાસ નીખીલ શાહ અને અજાણ્યા એક ઇસમ સહિત વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે તપાસ નો આરંભ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીખીલ શાહ અગાઉ પણ અનેકવાર ચર્ચામાં આવી ગયો છે

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: