Satya Tv News

જંબુસર નગરમાં છેલ્લા કેટલાય સમયથી ઓવરલોડ મીઠાની ગાડીઓને લઇ પ્રજાને ભારે હાલાકી અનુભવવી પડે છે. જંબુસર તાલુકાના કલક રોડ પાસેથી મીઠાના અગરો માંથી આવતી ઓવરલોડ ગાડીઓ જંબુસર ટંકારી ભાગોળ થી એસટી ડેપોના જવાના રસ્તા પર ઓવરલોડ મીઠાની ગાડી હોવાથી રસ્તા પર મીઠું ઢોળાય છે .જેને લઇ રાહદારીઓને ભારે હાલાકી અનુભવવી પડે છે. છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યાઓને લઈ અગાઉ મહાદેવનગર સોસાયટી તથા જનકપૂરી સોસાયટી ના રહીશો દ્વારા ગાડી રોકી અને આ સમસ્યાને લઇ અગાઉ આંદોલન કરવામાં આવેલ છે.

આ ઓવરલોડ મીઠાની ગાડીઓ ઓવરલોડ મીઠુ ભરીને આવતી હોય જેને લઈ મીઠું રસ્તામાં ઢોળાય અને મોટરસાયકલો સ્લીપ થઈ જવાના બનાવો અવારનવાર અગાઉ બનેલ છે.બાઈક ચાલકોની આંખોમાં પણ મીઠું ઊડતું હોય અને રાહદારીઓને ભારે હાલાકી અનુભવી પડે છે આ ઓવરલોડ ગાડીઓ પર જો પ્લાસ્ટિક મારવામાં આવે તો આ ઓવરલોડ ગાડીઓ માં મીઠું પણ રસ્તામાં ના આવે અને રાહદારીઓને હાલાકી ના અનુભવાય પરંતુ વારંવાર રજુઆત કરી હોવા છતાં પણ મીઠાના અગર માલિકો અને ગાડી કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર ઓવરલોડ ગાડીઓ આ રસ્તે પસાર થતી નજરે પડે છે .

પરંતુ ઓવરલોડ ગાડીઓ પર સરકારી તંત્રની મીઠી નજર હોવાથી કોઈપણ સરકારી કર્મચારી કાયદેસરના પગલાં લેવાથી ખચકે છે. સરકારી બાબુઓ પણ બધું જાણતા હોવા છતાં પણ પગલા કેમ ભરતા નથી? કે જાણીને અજાણ હોવાના પ્રયત્ન કરે છે આજે જંબુસરમાં એક એવો જ ઘટના બની ઓવરલોડ મીઠાની બે ગાડીઓ જંબુસર નગરના જાગૃત નાગરિકો દ્વારા રોકી જેમાં ગાડીમાં ઓવરલોડ મીઠુ ભરેલ હતુ અને આ મીઠાની ગાડી પર પ્લાસ્ટિક પણ ઢાંકવામાં આવેલ ન હતું જેને લઇને રાહદારીઓને ભારે હાલાકી અનુભવવી પડતી હતી જેથી જાગૃત નાગરિકો દ્વારા આ ગાડીઓને રોકી અને પોલીસ તંત્રને સોંપી દેવામાં આવી હતી

error: