નર્મદા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટીથી 1.28 મીટર દૂર
હાલ ડેમની સપાટી 137.59 મીટર
6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું
નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી આજે તા. 12 સપ્ટેમ્બરના રોજ 139.59 મીટર નોંધાઈ હતી. હવે ડેમ તેની મહત્તમ સપાટીથી 1.28 મીટર દૂર છે.
મળતી માહિતી મુજબ ઉપરવાસમાં વરસાદ ઘટવાથી ડેમમાં પાણીની આવક હાલ પૂરતી ઘટી છે. સામે નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં વધારો થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.60 મીટર થઈ છે. 24 કલાકમાં 12 સેમીનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી – 138.68 મીટર છે. સરદાર સરોવર ડેમમાં હાલ પાણીની આવક – 65881 ક્યુસેક થઈ રહી છે જેની સામે 2 દરવાજા 0.20 સેમી ખોલીને 6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં કુલ જાવક – 65,374 ક્યુસેક થઈ રહી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી નર્મદા