Satya Tv News

ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને સ્કૂલનો પીટીનો જ શિક્ષક બિભત્સ મેસેજ કર્યા છે. જેને પગલે વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં રજૂઆત કરી છતાં કોઈ પગલાં ના લેવાતા આ વાત વિદ્યાર્થિનીઓના ઘરે પહોંચી હતી. જે બાદ વાલીઓ સ્કૂલમાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. તેમજ હોબાળો મચાવ્યો હતો. જેથી સ્કૂલે અંતે કમિટી બનાવી તપાસ હાથ ધરવાની ફરજ પડી છે.

સ્કૂલ શરૂ થતાં જ રવિરાજસિંહ ચૌહાણ નામનો પીટી ટીચર ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરવા લાગ્યો હતો. શરૂઆતમાં સામાન્ય મેસેજ હોવાથી વિદ્યાર્થિનીઓ વાતચીત કરતી હતી. જે બાદ રવિરાજસિંહે બિભત્સ વાતચીત શરૂ કરી હતી. માત્ર એટલું જ નહીં, વિદ્યાર્થિનીઓને આઈ લવ યુ, આઈ મિસ યુ,મારે તને મળવું છે સહિતના અનેક મેસેજ કરવા લાગ્યો હતો.

આ અંગે વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ધોરણ 9માં આવતા 1 મહિના બાદ જુલાઈ મહિનાથી જ સરના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. શરૂઆતમાં સામાન્ય મેસેજ હતા. જે બાદ સોશિયલ મીડિયામાં ફોટો પર અલગ અલગ ઇમોજી મોકલવાના શરૂ કર્યા. આઈ લવ યુ, સેન્ડ મી યોર હોટ પિક્સ જેવા મેસેજ કર્યા. ત્યાર બાદ અમે ટ્રોમામાં આવી ગયા અને સ્કૂલે આવતા ડર લાગવા લાગ્યો. કસરત કરતા અમે બેસીએ તો અમારી સામે જોઈ રહે. અમે અમારા મેડમને રજુઆત કરી પરંતુ મેડમે કોઈ પગલાં ના લીધા. ઘણી છોકરીઓને મેસેજ કર્યા છે. પરંતુ કોઈ સામે આવતું નથી. આ સરને સ્કૂલમાં ના રાખવા જોઈએ.

જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે હાઈસ્કૂલમાં આવતા જ મેસેજ કરવાનું ચાલુ કર્યું. મારા પિતા ના હોવાની ખબર પડતાં મને કહ્યું કે તારા હોટ ફોટો મોકલ. આપણે એકલામાં મળીએ, એકલામાં બેસીએ, તને પકડીલવ તેવા મેસેજ કર્યા છે. એક પણ છોકરીને નથી છોડી. પ્રિન્સિપાલ મેડમે ખાલી વોર્નિંગ આપીને છોડી દીધા છે. કોઈ રેપ થાય પછી થોડી એક્શન લેવાના હોય. અમારી મંગણી છે એ સરને મારો કે તે ફરીથી ઉભો ના થઈ શકે.

બીજી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે બહુ ખરાબ મેસેજ કર્યા છે. શરૂઆતમાં સામાન્ય મેસેજ હતા. સમય જતાં બહુ ખરાબ મેસેજ કર્યા. લવ યુ, સેલ્ફી મોકલ,તારા વિના જીવી નહીં શકું, ડાર્લિંગ, હું જીવું કે મરું કોઈ ફરક ના પડે, પરંતુ કોના માટે મહત્વ રાખું તે ફરક પડે. આ સામાન્ય મેસેજ નહોતા. સ્કૂલના પ્રિન્સિપાલે કોઈ પગલાં નહોતા લીધા. અગાઉ પણ આ વસ્તુ થઈ ચૂકી છે. જુલાઈ મહિનાથી મેસેજ આવતા હતા. પરંતુ અમે હમણાં ઘરે જાણ કરી છે.

આ અંગે એક વાલીએ જણાવ્યું હતું કે, મારી દીકરીને છેલ્લા 3 મહિનાથી હેરાન કરવાના આવતી હતી. પીટીના શિક્ષક જ મેસેજ કરતા હતા. બીભત્સ મેસેજ કરીને બીભત્સ માંગણીઓ કરતા હતા. અમે સ્કૂલને રજૂઆત કરી છે. સ્કૂલ કોઈ પગલાં લે તેવી અમારી માંગણી છે. સ્કૂલ પગલાં નહિ લે તો અમે પોલીસ ફરિયાદ કરીશું.

જ્યારે સ્કૂલના મેનેજર ફ્રાન્સિસ મેકવાને જણાવ્યું હતું કે, શરૂઆતમાં 2-3 છોકરીએ ફરિયાદ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ગમે તેવા મેસેજ કર્યા હતા. અમને જાણ થતાં અમે ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી બનાવી છે. તે કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ અમે કાયદાકીય પગલાં લઈશું

error: