ઝઘડિયાથી અંકલેશ્વર જતી ST બસનું પાછળનું વ્હિલ નીકળ્યું
પાછળનું વ્હિલ નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવ
બસમાં ૨૫ જેટલા મુસાફરો બેઠા હતા
સદનસીબે કોઈ જાનહાની નહિ થતાં મુસાફરોએ રાહત અનુભવી
આજે ઝઘડિયા નજીક એક એસ.ટી.બસનું પાછળનું વ્હિલ નીકળી જતા બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી.
ઝઘડિયા એસટી ડેપો દ્વારા આડેધડ બસના ઘણાં રૂટો પર કાપ મુકવામાં આવતા તાલુકાના ગ્રામીણ મુસાફરો સહિત આગળના અંતરે જવાવાળા મુસાફરો હાલાકિ ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.દરમિયાન આજરોજ દુકાળમાં અધિક માસની ઉક્તિને સાચી ઠેરવે તેવી ઘટનામાં વહેલી સવારે ઝઘડિયા એસટી ડેપો ની એક મીની બસ ઝઘડીયાથી ૨૫ જેટલા મુસાફરો ભરીને અંકલેશ્વર જવા માટે નીકળી હતી, ત્યારે ગુમાનદેવથી આગળ રેલવે ફાટક નજીક અચાનક બસનું ડાબી બાજુનું પાછળનું વ્હીલ નીકળી ગયું હતું. ચાલુ બસે વ્હિલ નીકળી જતાં એસટીમાં તમામ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે બસ ચાલકે સમયસુચકતા વાપરીને બસ ત્યાં જ અટકાવી દેવાતા બસ સદભસગ્યે પલટી મારવામાંથી બચી ગઈ હતી. બસનું વ્હિલ નીકળી જતા મુસાફરો નીચે ઉતરી પડ્યા હતા. આ ઘટનામાં સદનશીબે જાનહાની ટળતા તંત્રએ રાહત અનુભવી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા