Satya Tv News

કેજરીવાલે રાજકોટના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સરકારી અધિકારીઓને લાલચ આપવા પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ

એક તરફ આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી સક્રિય બની છે. ત્યારે બીજી બાજુ દેશભરના 56 નિવૃત્ત નોકરશાહોએ (બ્યુરોક્રેટ્સ) ભારતીય ચૂંટણી પંચને પત્ર લખીને આમ આદમી પાર્ટીની માન્યતા પાછી લેવા માટે અને તેનું ચૂંટણી ચિહ્ન રદ્દ કરવા માટે માગણી કરી છે.

તમામ નોકરશાહોના હસ્તાક્ષરવાળા પત્રમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી ચિહ્ન આદેશની કલમ 1Aના ઉલ્લંઘનનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.

પત્રમાં તમામ 56 નિવૃત્ત નોકરશાહોએ લખ્યું છે કે, ‘અમે તમને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ચૂંટણી ચિહ્ન આદેશ, 1968ના આદેશ 16A અંતર્ગત નિર્ધારિત કેટલાક ગંભીર ઉલ્લંઘનો મામલે સંજ્ઞાન લેવા માટે લખી રહ્યા છીએ.’

કેજરીવાલે સરકારી અધિકારીઓને લાલચ આપવા પ્રયત્ન કર્યાનો આક્ષેપ

સેવાનિવૃત્ત નોકરશાહોએ મુખ્ય ચૂંટણી અધિકારીને ઉદ્દેશીને લખ્યું છે કે, આમ આદમી પાર્ટીની માન્યતા રદ્દ કરવામાં આવે કારણ કે, અરવિંદ કેજરીવાલે થોડા સમય પહેલા કથિત રીતે ગુજરાતના સરકારી અધિકારીઓને લાલચ આપવાનો પ્રયત્ન કર્યો હતો જેથી થોડા મહિનાઓ બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને ફાયદો મળે.

તમામ 56 પૂર્વ અધિકારીઓએ 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં યોજાયેલા કેજરીવાલના કાર્યક્રમનો હવાલો આપતા લખ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રીએ નોકરશાહોને આમ આદમી પાર્ટીના પક્ષમાં કામ કરવા માટે ઉશ્કેર્યા જેથી ચૂંટણીમાં પાર્ટીને જીત મળી શકે. આ પ્રકારે લાલચ આપવાના પ્રયત્નો લોકશાહી પર ખૂબ અસર પાડે છે જેના દ્વારા ચૂંટણી થતી હોય છે.

નિવૃત્ત અધિકારીઓએ લખ્યું છે કે, ‘આ બધું ધ્યાનમાં લઈને અમે ચૂંટણી પંચને આગ્રહ કરીએ છીએ કે તે AAPની રાજકીય પક્ષ તરીકેની માન્યતા પાછી લે કારણકે તેણે ચૂંટણી ચિહ્ન (આરક્ષણ અને ફાળવણી) આદેશ, 1968નું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને આપના રાષ્ટ્રીય સંયોજકનો વ્યવહાર આચારસંહિતાના ઉલ્લંઘન સમાન છે.’

આ ઉપરાંત પૂર્વ નોકરશાહોએ કેજરીવાલની ટિપ્પણીઓને જન પ્રતિનિધિત્વ કાયદો, 1951ની જોગવાઈઓના ઉલ્લંઘન સમાન ગણાવી હતી.

error: