Satya Tv News

નેશનલ ક્રસ ગણાતી રશ્મિકાએ પુષ્પા ટૂ માટે ચાર કરોડ લીધા હતા પણ હવે નવી ફિલ્મો માટે પાંચ કરોડની માગણી

પુષ્પા ફિલ્મ રજૂ થયા બાદ નેશનલ ક્રશનો ખિતાબ મેળવનારી રશ્મિકા મંદાનાની એક પણ બોલીવૂડ ફિલ્મ હજુ રજૂ નથી થઈ પરંતુ તે પહેલાં જ તેણે પોતાની ફીમાં એક કરોડનો વધારો કરી દીધો છે.

બોલીવૂડના સૂત્રોના જણાવ્યા અનુસાર રશ્મિકાની ડિમાન્ડ સતત વધતી જાય છે. અનેક પ્રોડયૂસર તેને સાઈન કરવા તલપાપડ છે. પુષ્પા ટૂમાં તેનાં કેરેક્ટરની હત્યા થઈ જાય છે તેવી અફવા ફેલાયા બાદ સાઉથના ચાહકોએ જે રીતે તોફાન મચાવ્યું તે પછી નિર્માતાઓ તેની લોકપ્રિયતાથી વધારે પ્રભાવિત થયા છે. હાલ ખાસ કરીને કોઈ પણ પાન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે હિરોઈન તરીકે રશ્મિકા પહેલી પસંદગી બની ગઈ છે. પુષ્પા પછી સિતારામન ફિલ્મને લીધે પણ તેની લોકપ્રિયતામાં બેસુમાર વધારો થયો છે.

રશ્મિકાની બોલીવૂડ ફિલ્મોમાં હજુ તો ગૂડબાય, મિશન મજનુ તથા એનિમલ આવવાની બાકી છે. પરંતુ તે પહેલાં જ હવે તેણે કોઈપણ નવા પ્રોજેક્ટ માટે નવી ફીની ડિમાન્ડ કરવા માંડી છે. જોકે, નિર્માતાઓને આટલી ફી ચૂકવવામા ંપણ કોઈ વાંધો ના હોય એમ તેની પાસે ઓફર્સનો ઢગલો થઈ રહ્યો છે.

error: