Satya Tv News

વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી પોતાના કૌશલ્યો થી શિક્ષકો ને અવગત કર્યા હતા.

૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત સરપંચ ને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યો

આમોદ ના કોલવણા પ્રાથમિક શાળા માં વિશ્વ ઓઝોન દિવસ અને ૩૬ માં નેશનલ ગેમ્સ ગુજરાત ૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી હતી.આ તબક્કે વિદ્યાર્થીઓને ઓઝોન વાયુ ની વિશેષ સમજ આપવમાં આવી હતી.વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી પોતાના કૌશલ્યો થી શિક્ષકો ને અવગત કર્યા હતા.

આમોદ ની કોલવણા પ્રાથમિક મિશ્ર શાળા માં ઓઝોન દિવસ મનાવવામાં આવ્યો હતો.શિક્ષક ઇરફાનભાઈ રેઠડા એ ઓઝોન વાયુ માં પડેલ ગાબડા ની ગંભીરતા છાત્રો ને વૈજ્ઞાનિક રીતે સરળ ભાષામાં સમજાવી હતી.સાથે ગ્રીનહાઉસ અસર નો સામનો કઈ રીતે કરવો એ માટે ઉદાહરણ સહિત વિદ્યાર્થીઓ ને જ્ઞાન આપ્યુ હતુ.૩૬ માં નેશનલ ગેમ્સ ગુજરાત ૨૦૨૨ ની ઉજવણી નિમિત્તે સરપંચ ઝફર ગડીમલે ઉપસ્થિત વિદ્યાર્થીઓને રમત ગમત ના ફાયદા બતાવતા જણાવ્યુ હતુ કે રમત ગમત થી શરીર નો બાંધો મજબુત બનવા સાથે વિવિધ કૌશલ્યો ખીલે છે.તેમણે પર્યાવરણ અંગે પણ સમજ આપી હતી.રમત ગમત નો પ્રારંભ ગામ ના અગ્રણી હસન પટેલે કરાવતા વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા.વિદ્યાર્થીઓએ દોરડા ખેંચ,કોથળા કુદ,કેરમ,સંગીત ખુરશી,ખો-ખો જેવી અનેક રમતો રમી પોતાનું કૌવત બતાવ્યુ હતુ.ગ્રામ વિકાસ થી સમાજ વિકાસ અને સમાજ વિકાસ થી રાષ્ટ્ર નિર્માણના ઉન્નત કાર્યમાં આપેલ અનન્ય પ્રદાન બદલ ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં યોજાયેલ એક્ટિવેશન કાર્યક્રમમાં સરપંચ ને પ્રશસ્તિ પત્ર આપવમાં આવ્યો હતો.
આ તબક્કે નિવૃત શિક્ષિકા શરીફાબેન, એસ.એમ.સી અધ્યક્ષ સાજેદા ગડીમલ,આચાર્ય અશ્વિનભાઈ અને શિક્ષકો હાજર રહ્યા હતા.

જર્નલિસ્ટ ઝફર ઘડીમલ સત્યા ટીવી વાગરા

error: