Satya Tv News

નવસારીના જંગલથી ઘેરાયેલા વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામેથી દિપડાના ચામડા વેચવાનો પ્રયાસ કરી રહેલા 4 લોકોની વાંસદા પૂર્વ વન વિભાગે ધરપકડ કરી છે. જ્યારે વધુ ત્રણ લોકોની પૂછપરછ કરી, ચામડા મુદ્દે તપાસ આરંભી છે.

નવસારીના વાંસદા તાલુકાના કેટલાક લોકો દિપડાના ચામડાને લાખોમાં વેચવાની ફિરાકમાં છે. આ અંગેની મુંબઇ વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યુરોને બાતમી મળી હતી. જેને લઈને વલસાડ ઉત્તર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને આધારે વાંસદા પૂર્વ વન વિભાગ અને ધરમપુર વન વિભાગ સાથે સ્થાનિક વન અધિકારીઓએ વાંસદાના ખાટાઆંબા, બોરીયાછ સહિતના ગામડાઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખાટાઆંબા ચીંટુ ગાંવિત, નગીન ચૌધરી, નરોત્તમ ભોયા અને બોરીયાછ ગામના રણજીત વળવીની પાસેથી વન્ય પ્રાણી દિપડાનું ચામડુ મળી આવ્યુ હતુ.

જેથી વન અધિકારીઓએ દિપડાનું ચામડુ કબ્જે લઈ ચારેયની ધરપકડ કરી હતી. વધુમાં આ પ્રકરણમાં અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખૂલતાં ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વન અધિકારીઓએ આરોપીઓની કડકાઇથી પૂછપરછ કરી તેમની સામે કાયદાકિય કાર્યવાહી કરી આગળની તપાસને વેગ આપ્યો છે

error: