Satya Tv News

જંબુસરમાં કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર
વિવિધ માંગણીઓને લઈ આવેદન
જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન

જંબુસર મામલતદાર કચેરી પ્રાંત કચેરી જનસેવા કેન્દ્રના આઉટસોર્સીંગ ના વીસ ઉપરાંત કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા અને ભરૃચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવા ભરૂચ જવા રવાના થયાં હતાં…

જંબુસર ખાતે સમાજ સુરક્ષા મહિલા અને બાળ વિકાસ મહેસુલ જનસેવા પુરવઠા ઈ ધરા એમડીએમ શાખા પ્રાંત કચેરી ડ્રાઈવર પટાવાળા સહિત ફરજ બજાવતા આઉટ સોર્સિંગના વીસ જેટલા કર્મચારીઓ દ્વારા જંબુસર ખાતે પોતાની માગણીઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યુ હોય તેમ છતાંય સરકાર દ્વારા કર્મચારીઓને ન્યાય નહિ મળતા આજે વહેલી સવારે મામલતદાર કચેરી ખાતે એકત્ર થયાં હતાં જ્યાં તેમની પડતર માંગણીઓ સમાન કામ સમાન વેતન કાયમી કરવા સરકારી તમામ લાભો મેળવવા સહિતની માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યાં હતાં સરકાર દ્વારા પડતર માગણીઓ સ્વીકારવામાં નહીં આવતા તમામ કર્મચારીઓ જંબુસરથી ભરૃચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવા રવાના થયા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: